આમચી મુંબઈ

ગોખલે બ્રિજના ગર્ડર માટે પશ્ચિમ રેલવેમાં મેજર બ્લોક, જાણો ક્યારે હશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં વિલે પાર્લે અને અંધેરી સ્ટેશન વચ્ચે આવેલા ગોખલે બ્રિજના પહેલા ઓપન વેબ ગર્ડરના લોન્ચિંગને લઈને આવતીકાલે રાતના ૧૨.૪૫ વાગ્યાથી સવારના ૪.૪૫ વાગ્યા સુધી પશ્ચિમ રેલવેની દરેક લાઇન પર મેજર બ્લોક રાખવામા આવ્યો છે.

ગોખલે બ્રિજના આ કામકાજને કારણે પશ્ચિમ રેલવેમાં દોડાવાતી અનેક લોકલ અને મેલ એક્સ્પ્રેસ ટ્રેનસેવા અસર થશે. આ બ્લોક રાતના ૧૨.૪૫ વાગ્યાથી ૦૪.૪૫ વાગ્યા સુધી અનેક લોકલ ટ્રેનની સેવાઓ રદ કરવામાં આવશે. ગર્ડર લોન્ચિંગ વખતે ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટ સુધીની છ લોકલ ટ્રેન અને પાંચ એક્સ્પ્રેસ ટ્રેન એમ કુલ 11 ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવેલી લોકલ ટ્રેનોમાં ડાઉન માર્ગ પર ચર્ચગેટથી વિરાર જનારી છેલ્લી વિરાર સ્લો લોકલ 23.58 વાગ્યે ઉપડશે અને 1.40 વાગ્યે વિરાર પહોચશે. ચર્ચગેટથી બોરીવલી જતી છેલ્લી ધીમી લોકલ રાતે 23.52 વાગ્યે ઉપડશે અને રાતે 12.58 વાગ્યે પહોચશે.

ચર્ચગેટથી બાન્દ્રાની છેલ્લી સ્લો લોકલ રાતે એક વાગ્યાથી ચર્ચગેટથી રવાના, જે રાતના દોઢ વાગ્યે બાન્દ્રા પહોચશે. અપ લાઈનમાં વિરારથી ચર્ચગેટની લાસ્ટ લોકલ રાતે 23.49 વાગ્યે ઉપડશે, જે 1.26 વાગ્યે ચર્ચગેટ પહોચશે. એની સાથે જ બોરીવલી-ચર્ચગેટની લાસ્ટ સ્લો લોકલ 12.10 વાગ્યે રવાના કરવામાં આવશે અને 1.15 વાગ્યે પહોચશે. ઉપરાંત, વિરારથી ગોરેગાવ જનારી લોકલ 12.05 વાગ્યે નીકળશે અને 12.50 વાગ્યે ગોરેગાવ પહોચશે.

ગોખલે બ્રિજના આ ગર્ડરને કારણે પશ્ચિમ રેલવેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનો પર પણ અસર થઈ છે, જેમાં બરૌની-બાન્દ્રા અવધ એક્સ્પ્રેસ (19038)ને બોરીવલી ખાતે ટર્મિનેટ કરવામાં આવશે. બનારસ-મુંબઈ સેન્ટ્રલ વીકલી સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નંબર 09184)ને સુરત અને વિરાર વચ્ચે 60 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

ભુસાવળ-મુંબઈ સેન્ટ્રલ આ ટ્રેન (ટ્રેન નંબર 09052)ને પણ સુરત અને વિરાર વચ્ચે 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (22946)ને ગોરગાવ ખાતે 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ભુજ બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એસી એક્સપ્રેસ ( 22904)ને વિરાર અને અંધેરી વચ્ચે 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button