13 કલાકના બ્લોકનું કામ દસ કલાકમાં સંપન્નઃ પશ્ચિમ રેલવેએ રાહતનો શ્વાસ લીધો, પણ…
![13-hour block work completed in ten hours: Western Railway breathed a sigh of relief, but...](/wp-content/uploads/2025/02/western-railway-block-work-update.webp)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ કામકાજ પૈકી મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે તાજેતરમાં બ્રિજના સ્ટીલ ગર્ડરનું કામ નિર્ધારિત સમયગાળા પૂર્વે પૂરું કરવામાં આવ્યું હતું. આમ છતાં અનેક ટ્રેનો રદ્દ થવાની સાથે મોડી દોડવાને કારણે પ્રવાસીઓ માટે આજનો રવિવારનો રજાનો દિવસ હાલાકીભર્યો રહ્યો હતો.
Also read : મહિલા કોન્સ્ટેબલે ટ્રેન સાથે ઘસડાતી મહિલાનો જીવ બચાવ્યો: વીડિયો વાયરલ
![](/wp-content/uploads/2025/02/bridge-work-mumbai.jpg)
હાલના તબક્કે પશ્ચિમ રેલવેમાં મહત્ત્વપૂર્ણ માળખાગત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી મહત્વપૂર્ણ એવા કાર્યોમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન પર મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે સ્થિત બ્રિજ પાંચના સ્ટીલ ગર્ડરને ખાસ ડિઝાઇન કરેલ નોન-સ્ટાન્ડર્ડ પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ સ્લેબ (પીએસસી)સાથે સફળતાપૂર્વક બદલવામાં આવ્યો હતો.
એન્જિનિયરિંગ સંબંધિત જટીલ કામગીરીને પૂરી કરવા માટે 13 કલાકનો બ્લોક નિર્ધાર કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૦ કલાકમાં જ પૂર્ણ કરવામાં સફળતા મળી હતી. ૪૯ ડિગ્રીનો ખૂણો અને ૧૨ મીટરના ગાળા સાથેનો સ્ક્યૂ બ્રિજ ૫ જગ્યાની મર્યાદાઓને કારણે કામ કરવાનું પડકારજનક હતું, તેમાંય બ્રિજના રિપ્લેસમેન્ટ, પ્રોજેક્ટ ટીમે બેલાસ્ટ રિટેનર સાથે પ્રત્યેક ૧૧, ૫૬૫ એમએમ લંબાઈ અને ૬૫૦ એમએમ ઊંડાઈના ૧૦ પીએસસી સ્લેબ બેસાડ્વાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
આ કાર્ય માટેના ક્રેનને ત્રણ ટ્રેક પર જ રાખવી પડે તેમ હતી, જ્યારે ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ (ઓએચઈ) ને દૂર કરવાની આવશ્યકતા હતી. એક કરતા અનેક પડકારો હોવા છતાં ટીમે ઝીણવટપૂર્વક આયોજન અને ચોકસાઈ સાથે કાર્યને અસરકારક રીતે પાર પાડ્વામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
Also read : ‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે
શનિવારે રાતના દસ વાગ્યાથી આજે સવારના ૧૧:૦૦ વાગ્યા સુધી ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને ફાસ્ટ લાઇનમાં ૧૩ કલાકનો મેજર બ્લોક લેવામાં આવ્યો હતો, જેમાં સેંકડો ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરવાને કારણે ભીડવાળી ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને પરેશાની ભોગવવી પડી હતી.