Western Railwayએ ટિકિટ વિના પ્રવાસ કરનારાઓ પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો કરોડોનો દંડ
મુંબઈઃ પશ્ચિમ રેલવે (Western Railway) પર પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક અને સુરક્ષિત રહે એ માટે લોકલ, મેલ, એક્સપ્રેસ તેમ જ પેસેન્જન રેલવે અને સપન સ્પેશિયલ ટ્રેનોમાં વિના ટિકિટ પ્રવાસ કરનારા પ્રવાસીઓ પર રેલવે દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. એપ્રિલ, મે, 2024 દરમિયાન અનેક સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરીને ખુદાબક્ષ પ્રવાસીઓ પાસે કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
પશ્ચિમ રેલવે દ્વારા એપ્રિલ અને મે મહિનામાં 38 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. એકલા મે મહિનામાં ટિકિટ વિના પ્રવાસ કરનારા 2.80 લાખ પ્રવાસીઓ પાસેથી 17.19 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. મુંબઈ ઉપનગરીય વિભાગમાં એક લાખ પ્રવાસીઓ પાસેથી 4.71 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા એસી લોકલમાં ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવા માટે પણ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ હેઠળ એપ્રિલ અને મે મહિનાના સમયગાળા દરમિયાન 8,500 ટિકિટ વિના પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ સામે 29 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.