આમચી મુંબઈમહારાષ્ટ્ર

વેસ્ટર્ન રેલવેની ઈમારતને ટાંચ મારવાની ચેતવણી

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે એક કોન્ટ્રાક્ટર કંપનીને આર્બિટ્રલ એવોર્ડ છતાં છેલ્લા ૧૩ વર્ષથી બાકી લેણાં મળ્યા ન હોવાથી અને પશ્ચિમ રેલવે મોડું કરી રહી હોવાથી પશ્ચિમ રેલવેની ઇમારતને ટાંચ મારવાની ચેતવણી આપી છે.

જો વેસ્ટર્ન રેલવે ૨૭ મે સુધીમાં કોર્ટમાં ૩,૯૫,૯૪,૭૨૦ રૂપિયા જમા નહીં કરાવે તો ચર્ચગેટ ખાતેની વેસ્ટર્ન રેલવેની બિલ્ડિંગને ટાંચ મારવામાં આવશે. ઉપરાંત, જો ઈમારત માટે વોરંટ ઈશ્યુ કરવામાં આવે તો હાઈ કોર્ટના પ્રોથોનોટરી અને સિનિયર માસ્ટરે સિવિલ પ્રોસિજર કોડની જોગવાઈઓ મુજબ તે ઈમારતના વેચાણ માટે વોરંટ ઈશ્યુ કરવું જોઈએ. કે.પી. ટ્રેડર્સ એન્ડ કંપનીના એડ્વ. ધ્રુમિલ શાહ અને એડવો. રાહુલ ઓક મારફત વર્ષ ૨૦૧૬ માં દાખલ કરાયેલી અરજીની સુનાવણી કર્યા બાદ જજ અભય આહુજાએ તાજેતરમાં આ આદેશ આપ્યો હતો.

રેલવેએ આ કંપનીને સાબરમતી ખાતે ૧૧ ઓગસ્ટ ૧૯૯૮થી ૧૦ઓગસ્ટ ૨૦૦૧ સુધીના સમયગાળા માટે માલસામાન અને માલસામાનની હેરફેર અને હેન્ડલિંગ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાક્ટ ૧૫ જાન્યુઆરી ૨૦૦૨ સુધી લંબાવવામાં આવ્યો હતો.

જોકે, પાછળથી કામ અંગે વિવાદ ઊભો થતાં કંપનીએ કરારની જોગવાઈઓ અનુસાર લવાદીની નિમણૂક કરવા વિનંતી કરી. જે મુજબ જી. પી. શ્રીવાસ્તવને આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ૮ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ કંપનીના દાવાને આંશિક રીતે સ્વીકારીને ચુકાદો આપ્યો.

આપણ વાંચો: વેસ્ટર્ન રેલવેમાં મંગળ બન્યો અમંગળ ચાલુ દિવસે પ્રવાસીઓ થયા હેરાન

જોકે, રેલવે વતી કેન્દ્ર સરકારે તેની સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેને ૨૦એપ્રિલ ૨૦૧૫ના રોજ હાઈ કોર્ટે આંશિક રીતે સ્વીકારી હતી, તેથી કેન્દ્ર સરકારે ૨૦૧૫માં જ અપીલ કરી હતી. જો કે હાઇ કોર્ટે ૧૪મી જાન્યુઆરી ૨૦૧૬ના તેના આદેશ દ્વારા અપીલને ફગાવી દીધી હતી કારણ કે તક આપવામાં આવી હોવા છતાં ભૂલો સુધારવામાં આવી નહોતી.

ત્યાર બાદ કંપનીએ આર્બિટ્રેશન ઓર્ડરને લાગુ કરવા માટે ૨૦૧૬માં અરજી દાખલ કરી હતી. જ્યારે તે પેન્ડિંગ હતું, ત્યારે કેન્દ્ર સરકાર (રેલવે)એ ૧૪મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજના આદેશને રદ કરવા માટે અરજી કરી હતી.

જોકે, તે અરજી દાખલ કરવામાં ૧,૨૮૪ દિવસનો વિલંબ થયો હતો અને તેનું કોઈ સંતોષકારક કારણ ન હોવાનું જોતા હાઈ કોર્ટના જજ એચ. બી.પી. કુલાબાવાલા અને ન્યા. સોમશેખર સુંદરેસનની બેન્ચે તેને ૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ ફગાવી દીધી હતી.

આર્બિટ્રેટરના આદેશ મુજબ આશરે રૂ. ૧ કરોડ ૧૫ લાખની બાકી રકમ હતી. તેના પર ૧૮ ટકા વ્યાજને કારણે ૨૦૧૬માં એરિયર્સ વધીને લગભગ બે કરોડ ૧૪ લાખ રૂપિયા થઈ ગયા હતા. કંપની દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ જ બાકી રકમ હવે લગભગ ૩ કરોડ ૯૫ લાખ રૂપિયા થઈ ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…