આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં શનિ-રવિ વચ્ચે ૩૫ કલાકનો બ્લોક

કાંદિવલી-બોરીવલી વચ્ચે રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી બે દિવસમાં ૧૬૫ લોકલ ટ્રેનો રદ કરાશે

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલીની વચ્ચે ૨૬-૪-૨૫ની શનિવારે બપોરના એક વાગ્યાથી ૨૭-૨-૨૫ના રવિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી ૩૫ કલાકનો મોટો બ્લોક હાથ ધરવામાં આવશે.

કાંદિવલી-બોરીવલી વચ્ચે બ્રિજ નં. ૬૧માં રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. પાંચમી લાઇન, કારશેડ લાઇન અને કાંદિવલી ટ્રાફિક યાર્ડ લાઇન પર બ્લોકની અસર રહેશે. બ્લોક દરમિયાન પાંચમા લાઇનની પરાં વિસ્તારની ટ્રેનોની સેવા અને મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોની સેવાને ફાસ્ટલાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. અમુક મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને અસર પોહંચશે, જ્યારે અમુક લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અથવા તો તેના પર અસર પહોંચશે.

આ પણ વાંચો: ઘરેથી બહાર નીકળવાનો છો, જાણી લેજો બ્લોકની વિગતો નહીં તો….

શનિવારે અંદાજે ૭૩ અને રવિવારે અંદાજે ૯૦ લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે.

આ સિવાય લાંબા અંતરની ટ્રેનોમાં ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સ્પ્રેસને પચીસમી અને ૨૬મી એપ્રિલે વસઇ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સ્પ્રેસ ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ના વસઇ સ્ટેશને શોર્ટ-ઓરિજિનેટ કરવામાં આવશે.

ટ્રેન નં. ૧૯૪૨૫ બોરીવલી-નંદુરબાર એક્સ્પ્રેસ ૨૬મી અને ૨૭મી એપ્રિલે ભાયંદર શોર્ટ-ઓરિજિનેટ કરવામાં આવશે. ટ્રેન નં. ૧૯૪૨૬ નંદુરબાર-બોરીવલી એક્સ્પ્રેસ ટ્રેનને ૨૬મી એપ્રિલે વસઇ રોડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

wr.indianrailways.gov.in

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button