પશ્ચિમ રેલવેમાં આવતીકાલે નાઈટ વિશેષ બ્લોક, અનેક ટ્રેન પર થશે અસર

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બ્રિજ નંબર 5ના રિ-ગર્ડરિંગનું કામકાજ પૂર્ણ કરવા માટે ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર શનિવારે એટલે કે આવીતકાલે રાતના દસ વાગ્યાથી રવિવારના સવારના 11:00 કલાક સુધી 13 કલાકનો મેજર બ્લોક લેવામાં આવશે.
બ્લોક દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરની તમામ ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર ચલાવવામાં આવશે. આના કારણે બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે અને ચર્ચગેટની કેટલીક ટ્રેનો બાંદ્રા/દાદર સ્ટેશન પર ટૂંકાવવામાં/રિવર્સ કરવામાં આવશે.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવેમાં શનિ-રવિના રહેશે વિશેષ બ્લોક, જાણો કયા કોરિડોરમાં થશે અસર?
પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે આવતીકાલે રાતથી લઈને રવિવારના અમુક ટ્રેનો રદ્દ રહેશે, પરિણામે મોડી રાતના લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી શકે છે.