આમચી મુંબઈમહારાષ્ટ્ર

નકસલવાદીઓનું કલ્યાણઃ મહારાષ્ટ્ર સરકારે ‘Surrender Scheme’ લંબાવી, જાણો શા માટે?

મુંબઈઃ દેશને આતંકવાદ કરતાં વધુ નુકસાન પહોંચાડનારી નક્સલવાદી ચળવળને નાબૂદ કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં છેલ્લા અમુક વર્ષોમાં લેવામાં આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા માટે યોજના (Naxal Surrender scheme extends) શરૂ કર્યા પછી તેને લંબાવવાનો નિર્ણય લીધો છે.

નક્સલવાદીઓના આત્મસમર્પણ અને તેમના પુનર્વસન માટેની યોજના સરકાર દ્વારા 2005માં શરૂ કરવમાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રતિબંધિત એવા સીપીઆઇ(માઓઇસ્ટ-માઓવાદી) સંગઠનના અનેક લોકો આ યોજનાથી આકર્ષાયા હતા અને તેમણે આત્મસમર્પણ કરી તે મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા. જેને પગલે આ યોજનાની મુદત વધુ બે વર્ષ સુધી વધારવામાં આવી છે.

આ યોજના પ્રભાવશાળી રીતે અમલમાં લાવવામાં આવી હોવાના કારણે અત્યાર સુધી 666 માઓવાદીઓએ શસ્ત્ર મૂકીને ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હજી ગયા ગુરુવારે જ અત્યંત ખતરનાક મનાતી અને માથે 16 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી બે મહિલા માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસ: અબુ સાલેમને વિશેષ ટાડા કોર્ટે આપી રાહત

જોકે આ યોજનાની મુદત પૂરી થતી હોવાના કારણે અને યોજના સફળ રહી હોવાના કારણે મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)એ રાજ્ય સરકારને 8 જુલાઇ, 2013ના રોજ પત્ર લખ્યો હતો અને આ યોજનાની મુદત વધુ બે વર્ષ વધારવાની અરજી કરી હતી. આ અરજી માન્ય રાખીને રાજ્ય સરકારને આ યોજના 28 ઓગસ્ટ, 2025 સુધી વધારવાનો નિર્ણય લીધો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત ઉચ્ચ સ્તરના માઓવાદીઓને સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની અને નીચલા સ્તરના ઉગ્રવાદીઓને 1.5 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે અને આ રકમ ઉગ્રવાદી તેમના ત્રણ વર્ષ સુધી સમાજમાં સારા વર્તનને જોયા બાદ તે ઉપયોગમાં લઇ શકે.

આ ઉપરાંત, આત્મસમર્પણ કરનારા ઉગ્રવાદીઓને તેમને રસ હોય તેવા ક્ષેત્રમાં વેપાર, નોકરી અથવા સ્વયંરોજગારની તાલીમ પણ આપવામાં આવે છે. ત્રણ વર્ષ સુધી તેમને માસિક ચાર હજાર રૂપિયાનું સ્ટાઇપન્ડ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ સિવાય તે હથિયાર અને કારતૂસ સરકારને સુપરત કરે તો તેના અન્ય ફાયદા પણ સરકાર તરફથી તેમને આપવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ