આમચી મુંબઈ

Weather update: શિયાળે ચોમાસું બેઠું! મહારાષ્ટ્ર સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

મુંબઇ: રાજ્યસહિત આખા દેશમાં ગુલાબી ઠંડીની શરુઆત થઇ ગઇ હોય તો પણ વચ્ચે જ કમોસમી વરસાદે એન્ટ્રી મારી છે. દિવાળીમાં રાજ્ય સહિત આખા દેશમાં વરસાદે હાજરી પુરાવી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થતાં આખા દેશમાં માવઠાંની સ્થિતી સર્જાઇ છે. મહારાષ્ટ્રમાં મુંબઇ, થાણે અને પાલઘક જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદની હાજરી જોવા મળી છે. આજે મહારાષ્ટ્રમાં કોકણના કિનારાના વિસ્તારો સહિત કેટલાકં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે.

હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવારે 14મી નવેમ્બરના રોજ તામીલનાડૂ, પોંડીચેરી, કરાઇકલ, કેરળ, આંધ્ર પ્રદેશમાં વાદળ, વિજળી અને જોરદાર પવન ફૂ્ંકાવાની શક્યાતઓ છે. રાજ્યમાં આજે કેટલાંક સ્થળોએ ધીમાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કોકણના કિનારાના વિસ્તારો અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે.


ભારતીય હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 14મી નવેમ્બરના રોજ તામીલનાડુ, પોંડીચેરી સહિત કરાઇકલ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી છે.


આજે અનેક સ્થળોએ ઘીમો થી મઘ્યમ વરસાદ તો કેટલાકં સ્થળોએ વાદળની ગર્જના અને વિજળીના ગડગડાટ સાથે વરસાદની શકય્તાઓ છે. તામીલનાડૂ અને પોંડીચેરીના કુડ્ડાલોર, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટૂ અને કાંચિપુરમ જિલ્લામાં કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદ સાથે અતિવૃષ્ટીની શક્તાઓ વર્તાઇ રહી છે. તિરુપત્તૂર, વેલ્લોર, રાણીપેટ, તિરુવલ્લૂર, ચેન્નઇ, તિરુવન્નમલાઇ, કલ્લાકુરીચી, પેરાંબલૂર, અરિયાલૂર, તિરુચિરાપલ્લી, પુદુક્કોટ્ટઇ, તંજાવૂર, તિરુવરુર, નાગાપટ્ટીનમ, માલિયાદુથુરાઇ, તમીલનાડૂ જિલ્લામાં કેટલાંક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button