અમે સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટેઃ ઉદ્ધવ-ઠાકરેનો એક જ સૂર

મુંબઈઃ શહેરના વરલી ડોમ ખાતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે મળી સ્ટેજ શેર કર્યુ છે ત્યારે બન્નેએ એકસાથે રહેવાની આડકતરી ઘોષણા કરી રાજકીય ક્ષેત્રમાં સૌથી મોટી જાહેરાત કરી છે. મરાઠી ભાષાના જતન માટેના એક મેળાવળામાં બન્ને પક્ષ સાથે આવ્યા છે ત્યારે બન્નએ સત્તાવાર રીતે યુતિ જાહેર કરી નથી, પરંતુ સાથે મહારાષ્ટ્રના રક્ષણ માટે સાથે રહેશું તેમ જણાવ્યું છે.
20 વર્ષ બાદ શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર આવ્યા હતા. આ ઘટનાને મહારાષ્ટ્ર અને દેશના રાજાકરણમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષાના રક્ષણની વાત કરવાની સાથેં સાથે પોતે એક થયા છે તો આગળ પણ એ રીતે જ એકત્ર રહેશે તેવી વાત વારંવાર ઉચ્ચારી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મરાઠી માણૂસનો મુદ્દો લઈ બન્ને પિતરાઈ એક થયા છે. શિવસેના હાલમાં મહાવિકાસ આઘાડીમાં એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ સાથે છે જ્યારે રાજ ઠાકરે એકલા છે, પરંતુ તેમની માટે અસ્તિત્વની લડાઈ છે. બન્ને પક્ષ જો સાથે પાલિકાની ચૂંટણી લડે તો ભાજપ સહિતના પક્ષો માટે મોટો પડકાર સાબિતથઈ શકે તેમ છે.
રાજ ઠાકરેએ તેના ભાષણમાં કહ્યું હતું કે અમે મરાઠી ભાષા માટે એક થયા છે અને એક થઈને રહેશું ત્યારે ઉદ્ધવે તેના ભાષણની શરૂઆતમાં જ કહ્યું છે કે અમે એક થઈને આવ્યા છે અને એક થઈને રહેવા માટે આવ્યા છીએ. તેમની આ જાહેરાત ભલે સત્તાવાર બન્ને પક્ષ વચ્ચે યુતિની જાહેરાત ન હોય પણ એક ઈશારો છે અને તેમનું સાથે આવવું મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલી શકે છે.
આ પણ વાંચો…20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ એક સ્ટેજ પર, મરાઠી અસ્મિતા માટે મુંબઈમાં રેલીનું આયોજન