આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના આ વિસ્તારમાં આવતા અઠવાડિયે ૧૭ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાના (BMC) પાણીપુરવઠા વિભાગ દ્વારા જૂની અને જર્જરીત પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ ‘જી-દક્ષિણ’ (G-South)વોર્ડમાં તાનસા પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આવતા અઠવાડિયામાં ૧૭ કલાક માટે કરી રોડ, ડિલાઈલ માર્ગ, બીડીડી ચાલ અને લોઅર પરેલ વગેરે પરિસરમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.

આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…

હાલ મુંબઈગરા પાંચ ટકા પાણીકાપનો સામનો કરી રહ્યા છે, તેમાં હવે આવતા અઠવાડિયામાં ‘જી’ વોર્ડમાં રેસકોર્સ પાસે ૧,૪૫૦ વ્યાસની તાનસા(પૂર્વ) અને તાનસા (પશ્ર્ચિમ) આ મુખ્ય પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર, છ જૂનના રાતના ૯.૪૫ વાગ્યાથી શુક્રવાર, સાત જૂન, ૨૦૨૪ના બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા