અંધેરી, પાર્લામાં ગુરૂ અને શુક્રવારે ૧૮ કલાક પાણીપુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા કે-પૂર્વ અને કે-પશ્ચિમ વોર્ડમાં આઉટલેટના વાલ્વ બદલવાનું કામ કરવામાં આવવાનું છે. તેથી અંધેરીથી વિલે પાર્લેના વિસ્તારમાં ગુરુવાર રાતથી ૧૮ કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
સુધરાઈના જણાવ્યા મુજબ ગુરુવાર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રાતના આઠ વાગ્યાથી શુક્રવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના બપોરના બે વાગ્યા સુધી અંધેરી-પૂર્વમાં વેરાવલી જળાશય-બેમાં ૭૫૦ મિલિમીટર વ્યાસના વર્સોવા આઉટલેટ પર ચાર વાલ્વ બદલવામાં આવવાના છે. આ કામ ગુરુવાર રાતથી શુક્રવાર બપોર સુધી ચાલશે. તેથી અંધેરી-પૂર્વમાં મહાકાળી માર્ગ, પૂનમ નગર, ગોની નગર, તક્ષશિલા માર્ગ, એમએમઆરડીએ કોલોની, દુર્ગા નગર, પેપર બોક્સ, માલપા ડોંગરી-૩, શેર-એ પંજાબ, બિન્દ્રા કૉમ્પ્લેક્સ, ગણેશ નગર, સુંદર નગર, મોડર્ન બેકરી, પ્રજારપૂર પાડા, દુર્ગા નગર, માતોશ્રી કલબ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
અંધેરી પશ્ચિમમાં સી.ડી.બર્ફીવાલ માર્ગ, ઉપાશ્રય ગલી, સ્વામી વિવેકાનંદ રોડ, દાઉદ બાગ, કેવીપાડા, ધાકુશેઠ પાડા, માલકમ બાગ, અંધેરી માર્કેટ, નવરંગ થિયેટર પાછળ, અંધેરી ગાવઠણ, આંબ્રે ગાર્ડન પંપ અને ગઝદર પંપ, ગિલ્બર્ટ હિલ, ગાવદેવી ડોંગરી માર્ગ, ઉસ્માનિયા ડેરી વિસ્તારમાં આ સમય દરમિયાન પાણીપુરવઠો બંધ રહેશે.