
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને પગલે દાદરથી અંધેરી સુધીના વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ છે.
પવઈ પરિસરમાં આરે કોલોનીમાં ગૌતમ નગરમાં શુક્રવારે બપોરના પોણા એક વાગ્યાની આસપાસ ૧,૮૦૦ મિ.મી. વ્યાસની મેઈન પાઈપલાઈન ફૂટી ગઈ હતી, તેને કારણે પાઈપલાઈનમાંથી રીતસરનો પાણીનો ફુવારો ઊડતો હોવાનું જણાઈ રહ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં આવેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
મેઈન પાઈપલાઈન ફુટવાને કારણે અંધેરી, જોગેશ્ર્વરી, વિલેપાર્લે (પૂર્વ), સાંતાક્રુઝ, બાન્દ્રા, ખાર, બહેરામ પાડા, બાન્દ્રા રેલવે ટર્મિનસ, ધારાવી, દાદર અને માહિમ વિસ્તારના પાણીપુરવઠાને અસર થવાની છે.
Also Read –