પાણીની પાઈપલાઈનનું જોડાણનું કામ રદ
મલાડથી વિલેપાર્લેમાં પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરીમાં પાણીની પાઈપલાઈનને બદલવાનું કામ આવતા અઠવાડિયે હાથ ધરવામાં આવવાનું હતું, જોકે અમુક ટેક્નિકલ કારણથી આ કામ રદ કરવામાં આવ્યું છે. તેથી હવે વિલેપાર્લેથી મલાડ સુધી વિસ્તારો પાણીપુરવઠો દૈનિક ટાઈમટેબલ મુજબ જ રહેશે.
અંધેરી (પૂર્વ)માં બી.ડી.સાવંત માર્ગ અને કાર્ડિનલ ગ્રેસિઅસ માર્ગ જંકશનથી કાર્ડિનલ ગ્રેસિઅસ માર્ગ અને સહાર માર્ગ જંકશનમાં ૧,૫૦૦ મિલમીટર વ્યાસની પાઈપલાઈન અને નવી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન (પાર્લે આઉટલેટ) આ બે મુખ્ય પાઈપલાઈનને જોડવાનું અને જૂની જર્જરિત ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલને કાઢી નાખવાનું કામ બુધવાર, ૨૨ મે, ૨૦૨૪ના સવારના નવ વાગ્યાથી ગુરુવાર,૨૩ મે, ૨૦૨૪ના મધ રાતે એક વાગ્યા સુધી ૧૬ કલાક માટે કરવામાં આવવાનું હતું. પરંતુ અમુક ટેક્નિકલ કારણથી આ કામ રદ કરવામાં આવ્યા છે. તેથી પશ્ર્ચિમ ઉપનગરમાં વિલેપાર્લેથી મલાડમાં આ સમય દરમિયાન પાણીપુરવઠો તેના નિયત સમય મુજબ જ કરવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસને કરી હતી.