સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. સતત દોડતી મુંબઈને વરસાદે બ્રેક મારી દીધી છે. શહેરની લોકલ ટ્રેન સહિતના વાહન વ્યવહાર બંધ છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દરેક રસ્તા પર નદી વહેતી હોય તેવા કેટલાય વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈના વરસાદની ઝપેટમાં ખુદ બીગ બી અમિતાભ બચ્ચનનો બંગલો પણ આવી ગયો છે.

જૂહુના ગુલમહોર રોડ પર આવેલો અમિતાભ બચ્ચનનો પ્રતીક્ષા બંગલો પાણી પાણી થઈ ગયો છે. એક યુઝરે વીડિયો પોસ્ટ કરી બંન્ને બંગલાની હાલત દેખાડી છે. અમિતાભના બે બંગલા પ્રતીક્ષા અને જલસો જૂહુમાં આવ્યા છે અને બન્નેમાં પ્રિમાઈસિસમાં પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે.

યુઝના કહેવા પ્રમાણે અમિતાભ પોતે પણ વાઈપર લઈ બહાર આવ્યા હતા અને પાણી કાઢતા દેખાયા હતા.

જોકે બચ્ચન પાસે સ્ટાફ અને વ્યવસ્થાઓ હશે, પરંતુ મુંબઈનું સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે. લગભગ ત્રણેક દિવસથી કામકાજ અટવાઈ ગયા છે. ચાર દિવસ બાદ ગણેશ ચતુર્થી છે, પરંતુ બજારો લગભગ બંધ જેવા છે કારણ કે લોકલ સેવા લથડી ગઈ હોવાથી લોકોની અવર-જવર બંધ જેવી છે. પાલિકા અને પોલીસે પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. હજુ આવતીકાલનો દિવસ મુંબઈગરાઓ માટે સતર્ક રહેવાનો છે.

માત્ર બચ્ચનના ઘરમાં પાણી ભરાયા તેમ નથી, બિગ બૉસ સહિત ઘણા શૂટિંગ રદ થયા છે. ડેઈલી શૉપના શૂટિંગ રદ થવાને લીધે એપિસૉડ ટેલિકાસ્ટ કરવામાં પણ તકલીફ પડી રહી છે. જોકે મુંબઈના વરસાદ સામે સૌ કોઈ લાચાર છે.

આપણ વાંચો:  ‘રામાયણ’માં સુગ્રીવનો રોલ પ્લે કરનાર કોણ છે ‘ઓટીટી કિંગ’ એક્ટર?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button