આમચી મુંબઈમહારાષ્ટ્ર

દક્ષિણ મુંબઈમાં સોમવારે પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મલબાર હિલ જળાશય રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવામાં આવવાનું હોવાથી નિષ્ણાતો દ્વારા સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો રિઝર્વિયરની મુલાકાત લેવાના છે, તેથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી મલબાર હિલ જળાશયના પુન:બાંધકામનું કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામને કારણે ૩૮૯ ઝાડને અને મલબાર હિલ ટેકરી પરિસરને તેમ જ મુંબઈના પ્રખ્યાત હેગિંગ ગાર્ડનને પણ અસર થવાની છે. તેથી રિઝર્વિયરના પુન:બાંધકામ સામે સ્થાનિક નાગરિકો અને બિનસામાજિક સંસ્થાઓ વિરોધ કર્યો છે. તેથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈ.આઈ.ટી)ના પ્રોફેસર, સ્થાનિક નાગરિક અને પાલિકાના અધિકારીઓનો સમાવેશ રહેલી નિષ્ણાતોની સમિતિ સ્થાપવામાં આવી છે.

આ સમિતિ ગયા અઠવાડિયે એક વખત રઝર્વિયરની મુલાકાત લઈ ચૂકી છે અને હવે સોમવારે સવારના ૮થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ એકનું નિરીક્ષણ કરવાના છે.

મલબાર હિલ મેઈન રિઝર્વિયરમાં પાંચ કમ્પાર્ટમેન્ટ છે. તેમાંથી નિષ્ણાતોની પેનલ કમ્પાર્ટમેન્ટ એકનું અંદરથી નિરીક્ષણ કર્યા બાદ હવે સોમવારે કમ્પાર્ટમેન્ટ એકનું નિરીક્ષણ કરવાના છે. તે માટે રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવવાનું છે. તેથી આ કમ્પાર્ટમેન્ટમાંથી દક્ષિણ મુંબઈના જે વોર્ડમાં પાણીપુરવઠા કરવામાં આવે છે, તેને અસર થશે.

અમુક ઠેકાણે પાણીનું દબાણ ઓછું રહેશે તો અમુક જગ્યાએ પાણીપુરવઠો બંધ રહેશે. આ સમય દરમિયાન જળાશયના પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને આવશ્યકતા મુજબ વોર્ડ સ્તરે પાણી પુરવઠાનો સમય પણ બદલવામાં આવશે એવું પાલિકાએ જાહેર કર્યું છે.

મલબાર હિલ રિઝર્વિયરનું સમારકામ કરવું કે તેનું પુન:બાંધકામ કરવું તે માટે તાજેતરમાં પાલિકાએ નાગરિકો પાસેથી તેમ જ નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મગાવ્યા હતા. આ સલાહ-સૂચનનો કમિટિ અભ્યાસ કરશે અને અહેવાલ સબમીટ કરશે. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે.

આ વિસ્તારોને થશે અસર

કફ પરેડથી લઈને પેડર રોડ, ફોર્ટ, ચર્ચગેટ, મરિન લાઈન્સ, ધારાવી, દાદર પશ્ર્ચિમ, માહિમ, વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી, એલ્ફિન્સ્ટનની પશ્ર્ચિમ તરફના વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…