મલાડથી વિલેપાર્લે સુધીના વિસ્તારોમાં 16 કલાક પાણી બંધ
શહેરના અનેક વિસ્તારોમાં ઓછા દબાણે પાણીનોે પુરવઠો
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરીમાં પાણીની મુખ્ય પાઈપલાઈનનું સમારકામ અને બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી વિલેપાર્લેથી લઈને મલાડ સુધીનો પાણી પુરવઠો બુધવાર (22 મે)થી ગુરુવાર (23 મે) સુધીના 16 કલાક સુધી વિલેપાર્લેથી લઈને મલાડ સુધીના વિસ્તારનો પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે. શહેરના બાકીના વિસ્તારોમાં કેટલેક સ્થળે પાણી ઓછા દબાણે મળવાની શક્યતા છે. નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે.
કે-પૂર્વ વૉર્ડના અંધેરી ઈસ્ટમાં બીડી સાવંત માર્ગ અને કાર્ડિનલ ગેસિયસ માર્ગ જંક્શનથી લઈને કાર્ડિનલ ગ્રેસિયસ માર્ગ અને સહાર માર્ગ જંક્શન સુધી અનુક્રમે 1500 મિ.મી. વ્યાસની અને નવી 1200 મિ.મી. વ્યાસની પાઈપલાઈન (પાર્લે આઉટલેટ)ને જોડવાની અને જૂની જર્જરિત થઈ ગયેલી 1200 મિ.મી. વ્યાસની પાઈપલાઈન કાઢીને નવી નાખવાનું કામ બુધવારે (22 મે) રોજ સવારે નવ વાગ્યાથી લઈને ગુરુવારે મધરાત બાદ એક વાગ્યા સુધી (16 કલાક) હાથ ધરવામાં આવશે. આના પરિણામે વેરાવલી જળાશયમ 1, 2 અને 3માં પાણીનું સ્તર સુધરશે અને અંધેરી પુર્વ અને પશ્ર્ચિમ, જોગેશ્ર્વરી પૂર્વ અને પશ્ર્ચિમ, વિલે પાર્લે પુર્વ અને પશ્ર્ચિમ વિસ્તારના પાણી પુરવઠામાં સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ વિસ્તારોના નાગરિકોને પાઈપલાઈનનું કામ પત્યા પછી ત્રણથી ચાર દિવસ સુધી પાણી ગાળી-ઉકાળીને ઉપયોગમાં લેવાની સલાહ મુંબઈ મનપા દ્વારા આપવામાં આવી છે.