જાલનાના અનેક ગામોમાં પાણીનું સંકટઃ ટેન્કરચાલકની ડિમાન્ડ વધી

મુંબઈ: મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અનેક ગામોમાં ભારે પાણીની અછત સર્જાઈ છે, જેને લીધે આ વિસ્તારોમાં પાણીના ટેન્કર વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં પાણીના ટેન્કરની માગણી વધતાં ટેન્કર ચાલકોને 20-20 કલાક સુધી કામ કરવું પડે છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના આ વિસ્તારોમાં પાણીની અછતને સાથે વીજ પુરવઠો પણ અનિયમિત પણે શરૂ રહેતા ટેન્કરમાં પાણી ભરવાના સ્થળે ટેન્કરની લાંબી લાઈનો જોવા મળે છે, જેને લીધે ટેન્કર ચાલકોને વધુ કામ કરવું પડે છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: Bad News: ગરમીના વધારા સાથે મુંબઈના જળાશયોમાં પાણીનું સંકટ?
મરાઠવાડાના વિસ્તારમાં પણ ગયા વર્ષે ઓછો વરસાદ પડતાં પાણીની અછત નિર્માણ થઈ છે. એક અહેવાલ મુજબ 26 એપ્રિલ સુધી જાલના જિલ્લાના 55 કરતાં જ 203 કરતાં વધુ ગામડાઓમાં 235 જેટલા ટેન્કર વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સંભાજીનગરથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી પાણી ભરી ગામમાં પહોંચાડવામાં આવે છે. આ કારણને લીધે ટેન્કર ચાલકોને પાણી ભરાવ્યાં સુધી રાહ જોવી પડે છે અને તેમાં ખૂબ જ લાંબો સમય વીતી જતાં કામના સમયમાં પણ વધારો થયો છે, એવું એક ચાલકે કહ્યું હતું.