નવી મુંબઈમાં બનાવાશે ‘વીવીઆઈપી ટર્મિનલ’, જાણો કોને મળશે એની સુવિધા?

મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પરનો ભાર ઓછો કરવા માટે નવી મુંબઈમાં નવું એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ માટે અલગ ટર્મિનલ તૈયાર કરવાની યોજના છે. નવા ટર્મિનલનું બાંધકામ 2026માં શરૂ થશે અને 2030 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યાર બાદ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ક્યારથી શ્રીગણેશ થશે, જાણો ઈન્સાઈડ સ્ટોરી?
મુંબઈ ખાસ કરીને સુપરરીચ કહો કે પછી બોલીવુડ સ્ટાર્સ, ટોચના રાજકારણીઓના રહેઠાણ તેમ જ ઉદ્યોગપતિની સાથે સાથે અબજોપતિઓ માટે આગામી વર્ષોમાં અલગ ટર્મિનલની ફાળવણી થાય તો નવાઈ થશે નહીં. 2030 સુધીમાં પૂરા થનારા ત્રીજા તબક્કા દરમિયાન અલગ ટર્મિનલના નિર્માણની યોજના છે, જે એરપોર્ટના વિસ્તરણ અને વીવીઆઈપી-એક્સક્લુસિવ ટર્મિનલનો ભાગ હશે. 2026માં તેના બાંધકામની શરુઆત થશે, જ્યારે 2030 સુધીમાં કાર્યરત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવવામાં આવનાર વિશેષ વીવીઆઈપી ટર્મિનલમાં રિઝર્વ અને સેરેમોનિયલ લાઉન્જ માટે અધિકૃત ૮૩ મહાનુભાવ ઉપરાંત કેટલીક વિશેષ વ્યક્તિઓ અને સેલિબ્રિટીઝના નામનો પણ સામેલ કરવામાં આવશે, જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ અને સ્ટાર ક્રિકેટરોના નામ સામેલ હશે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ટર્મિનલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટના ખાસ મુસાફરો માટે હશે કે પછી ઈન્ટરનેશનલ ફ્લાઈટના સેલિબ્રિટીઝ પણ આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે.