આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર

મુંબઇ: મહારાષ્ટ્રમાં આજે સવારથી એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠક પર ચૂંટણી માટેનું મતદાન (Maharashtra Election 2024) શરૂ થયું છે. આજે મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભવિષ્યનો ફેંસલો થશે. જેમાં એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર, શિવસેનાના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના રાજકીય ભવિષ્યનો મતદારો નિર્ણય કરશે. આ દરમ્યાન આજે સવારથી અનેક નેતાઓ પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું છે.

મને વિશ્વાસ છે કે બારામતીની જનતા મને જીત અપાવશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા ક્ષેત્રના એનસીપીના ઉમેદવાર અજિત પવારે પોતાનો મત આપ્યા પછી કહ્યું, ‘લોકસભાની ચૂંટણી દરમિયાન પણ અમારા જ પરિવારના બે લોકો એકબીજાની સામે ઊભા હતા.
એ ચૂંટણી બધાએ જોઈ છે. આ વખતે પણ એવું જ થયું છે. મને વિશ્વાસ છે કે બારામતીની જનતા મને વિજય અપાવશે

દરેક નાગરિકે મતદાનની ફરજ બજાવવી જોઈએ

આરએસએસના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં કહ્યું, ‘લોકશાહીમાં મતદાન એ નાગરિકની ફરજ છે. દરેક નાગરિકે આ ફરજ બજાવવી જોઈએ. હું ઉત્તરાખંડમાં હતો, પરંતુ ગઈકાલે રાત્રે હું અહીં મારો મત આપવા આવ્યો હતો. દરેકે મતદાન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP),ઉદ્ધવની શિવસેના (UBT) અને કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીનો ભાગ છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી સિવાય, શાસક ગઠબંધન મહાયુતિમાં શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.

Also Read – Assembly Election: વિદર્ભ નક્કી કરશે ‘મહારાષ્ટ્રના મહારાજા’, જાણી લો કેમ?

શિવસેનાના બંને જૂથ 50 બેઠકો પર આમને-સામને

મહારાષ્ટ્રમાં ભાજપ 149 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે શિવસેનાએ 81 અને એનસીપીએ 59 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે, કોંગ્રેસ 101 બેઠકો પર, શિવસેના (UBT)95 અને NCP(SP)86 બેઠકો પર નસીબ અજમાવી રહી છે. શિવસેનાના બંને જૂથ 50 બેઠકો પર આમને-સામને છે. જ્યારે એનસીપીના હરીફ જૂથોએ 37 બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button