મતદારોએ ચૂકાદો આપી દીધો, ખરી શિવસેના તો…..
મુંબઇઃ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામો એ નક્કી કરશે કે કોણ સરકાર બનાવશે. તેઓ એ પણ નક્કી કરશે કે ‘અસલી શિવસેના, અસલ એનસીપી પક્ષ’ કયો છે. ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરશે કે અસલી શિવસેના અને અસલી એનસીપી કોણ છે. બંને પક્ષોનો વારસો પણ દાવ પર છે.
મહારાષ્ટ્રના બે મોટા પક્ષો – શિવસેના અને એનસીપી બંને તૂટી ગયા છે. વિભાજન બાદ આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે, જ્યારે બંને પક્ષના જૂથો આમને-સામને છે. કાયદાકીય લડાઈ બાદ શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ શિંદે જૂથને મળ્યું છે. એ જ રીતે અજિત પવારના જૂથને પણ NCPનું ચૂંટણી પ્રતીક ઘડિયાળ મળ્યું છે. આ વખતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના ‘મશાલ’ના ચૂંટણી ચિન્હ સાથે મેદાનમાં છે જ્યારે શરદ પવાર જૂથની એનસીપી ‘મેન બ્લોઇંગ ટ્રમ્પેટ’ના ચૂંટણી ચિન્હ સાથે મેદાનમાં છે. જોકે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બંનેને બ્રાન્ડ નેમનો ફાયદો છે. હવે આજે જનતા નક્કી કરશે કે ‘અસલ શિવસેના’ અને ‘અસલ એનસીપી’ કોણ છે?
આ પણ વાંચો Gujaratની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની મતગણતરી શરૂ, કોણ મારશે બાજી ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે 10 વાગ્યા સુધીના પરિણામોનું વલણ મહાગઠબંધનની તરફેણમાં છે. મહાગઠબંધનમાં શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ બહુમતી સુધી પહોંચી ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે શિવસેનાનો ચુકાદો જનતાની અદાલતમાં લેવામાં આવશે. હવે વિધાનસભાની ચૂંટણી થકી જનતાએ પોતાનો મત આપ્યો છે. મતદારોએ ઉદ્ધવ ઠાકરે કરતાં એકનાથ શિંદેને પસંદ કર્યા છે. લોકોને કામ કરતા, સામાન્ય લોકોને મળતા મુખ્ય પ્રધાન પસંદ પડ્યા છે. એકનાથ શિંદેની શિવસેના ઉદ્ધવ ઠાકરેની શિવસેના કરતા આગળ છે. શું ઠાકરે કહેશે કે લોકોનો ચુકાદો શિરે ચઢાવું છું?