આમચી મુંબઈમહારાષ્ટ્ર

Bomb threat: વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર ફૂલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ

મુંબઈ: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના વિવિધ શહેરોની શાળા અને હોસ્પિટલોમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ઘમકીઓ(Bomb blast threat) મળી રહી છે, એવામાં છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આજે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી ઉપડેલી વિસ્તારા(Vistara)ની ફ્લાઇટમાં એરસિકનેસ બેગ પર બોમ્બ બ્લાસ્ટની ધમકીની લખેલી જોવા મળી હતી, ત્યાર બાદ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર ફૂલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

ફ્લાઇટના ક્રૂ દ્વારા સવારે 10:08 વાગ્યે ધમકીની જાણ કરવામાં આવી હતી, ત્યાર બાદ એરક્રાફ્ટે સવારે 10:19 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડીંગ કર્યું હતું. એરક્રાફ્ટમાં 294 મુસાફરો અને 12 ક્રૂ મેબર્સ સવાર હતા.

વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “2 જૂન 2024ના રોજ પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટ UK 024માં અમારા સ્ટાફને ધમકીની જાણ થઇ હતી. પ્રોટોકોલને અનુસરતા, અમે તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી. ફ્લાઇટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ છે અને અમે તમામ તપાસ માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.”

એક દિવસ પહેલ વારાણસીથી નવી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટને આવી જ ધમકી મળી હતી, દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક મહિલા કોલરે એરપોર્ટ સિક્યોરિટીને જાણ કરી હતી કે ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા તેના પતિની હેન્ડબેગમાં બોમ્બ છે.

આ અંગે મેરઠના રહેવાસી 42 વર્ષીય પેસેન્જર વિમલ કુમારની પૂછપરછ કરવામાં આવી હતી. વિમલ કુમારે પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ થોડા દિવસો પહેલા વિમાનમાં બોમ્બની ધમકીના સમાચાર જોયા હતા, તે માનસિક રીતે બીમાર હોવાથી આવો ફોન કર્યો હતો.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ