આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિશાલગડ હિંસા: સંભાજી છત્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા,બદલ આવ્હાડની એસયુવી પર હુમલો

મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંભાજી છત્રપતિ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બાદ ગુરુવારે કેટલાક શખસોએ આવ્હાડની કાર પર હુમલો કર્યો હતો.

આવ્હાડ દક્ષિણ મુંબઈથી ગુરુવારે સાંજે નીકળીને સીએસએમટીથી ઇસ્ટર્ન ફ્રીવૅ પરથી થાણે તરફ જવા નીકળ્યા ત્યારે ત્રણથી ચાર લોકોએ તેમની એસયુવીના પાછળના ભાગમાં લાકડીઓ તેમ જ પથ્થરથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સંભાજી છત્રપતિના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં તેઓ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, એમ ડોંગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આવ્હાડે અગાઉ કોલ્હાપુરમાં વિશાલગડ કિલ્લા પર અતિક્રમણ હટાવવા દરમિયાન ફાટી નીકળેલી હિંસાને મુદ્દે સંભાજી છત્રપતિની ટીકા કરી હતી.

આ પણ વાંચો : …તો હું મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનીશઃ કોણે કહ્યું?

આવ્હાડે જણાવ્યું હતું કે સંભાજી છત્રપતિના પિતા કોલ્હાપુરના સાંસદ શાહુ છત્રપતિ હિંસાથી નારાજ છે. જો સંભાજી છત્રપતિ જન્મે વંશજ હોય તો હું વિચારધારા દ્વારા વંશજ છું.

સંભાજી છત્રપતિની આગેવાની હેઠળના જમણેરી પાંખનાં સંગઠનોના સભ્યોને પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કિલ્લાના પગથિયા પાસે રોકવામાં આવ્યા ત્યારે 14 જુલાઇએ હિંસા ફાટી નીકળી હતી. વિરોધીઓનો દાવો છે કે વિશાલગડ કિલ્લા ખાતે અતિક્રમણ ઝુંબેશમાં એક ચોક્કસ કોમને લક્ષ્ય બનાવવામાં આવી હતી. (પીટીઆઇ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button