વિરાર સ્ટેશન પર કામે જઈ રહેલી પત્ની સાથે પતિએ કર્યું કંઈક એવું કે…
વિરારઃ થોડાક દિવસ પહેલાં વસઈમાં એક પ્રેમીએ લોખંડી પાનાથી પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના હજી તાજી જ છે ત્યાં વિરારમાં પણ આવી જ એક ઘટના જોવા મળી છે. પરંતુ આ ઘટનામાં સદ્ભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. ચાલો, વિસ્તારથી જણાવીએ-
વિરાર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. દંપતિની ઓળખ શિવ શર્મા અને વીરશિલા શર્મા તરીકે કરવામાં આવી છે. બંને વચ્ચે કૌટુંબિક કારણોસર વિખવાદ ચાલી રહ્યો હતો અને એમાંથી આ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પન વાચો : વસઈમાં પ્રેમિકાની ધોળે દિવસે હત્યાઃ નાયબ મુખ્ય પ્રધાને આપ્યો આ Order
વિરાર રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વીરશિલા શર્મા કામ જઈ રહી હતી એ સમયે શિવ શર્માએ તેના પર હુમલો કર્યો હતો. પ્લેટફોર્મ નંબર એક નજીક આવેલા ફૂટઓવર બ્રિજ પર આ ઘટના બની હતી. શિવ શર્માએ પત્નીને એકલી જોઈને તેના પર હુમલો કર્યો હતો. પત્ની પર ચાકુથી હુમલો કર્યા બાદ દુપટ્ટાથી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્ભાગ્યે વીરશિલાનો જીવ બચી ગયો અને એમાં એનું નિધન થયું હતું.
વીરશિલાને હાલમાં વિરારની સંજીવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસે શિવ શર્માને તાબામાં લીધો છે. વીરશિલા અને શિવ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને બંને જણ આ ઝઘડાનું સમાધાન લાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસે બંનેને સમજાવીને ઘરે મોકલી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે