આમચી મુંબઈ
વિરારમાં ત્રણ વર્ષનો બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો

મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ક્લબના સ્વિમિંગ પૂલમાં ત્રણ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું.
બોળિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર પ્રકાશ કાવલેએ જણાવ્યું હતું કે સોમવારે બાળક તેના પરિવારના સભ્યો સાથે વિરારમાં આવેલા એક ક્લબમાં આવ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.
આપણ વાચો: મોરબીમાં મોટી દુર્ઘટના: ખાડામાં ડૂબતા ભાઈ બહેન સહિત ત્રણ બાળકના મોત…
પૂલમાં બાળક હલનચલન કર્યા વગરની હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જયાં ડૉકટરે તેેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ હાલ એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે અને હાજર રહેલાઓના નિવેદન નોંધી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.



