આમચી મુંબઈ

મેટ્રો-સેવન સાઈટ પર વાયુ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ અંધેરીમાં મેટ્રો લાઈન-સેવનના બાંધકામનું સંચાલન કરતા કૉન્ટ્રેક્ટરને સાઈટ પર ફરજિયાત રીત ડસ્ટ મિટિગેશનના (ધૂળ નિવારણ) પગલાનું સખત રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકાએ ચેતવણી આપી હતી કે નિર્ધારિત સમયમર્યાદામાં આવશ્યક સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં કંપની નિષ્ફળ ગઈ તો સ્ટો વર્કની નોટિસ આપવામાં આવશે.

દહિસર-ગુંદાવલી મેટ્રો સાતને ગુંદાવલીથી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી લંબાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ૩.૪ કિલોમીટર લંબાઈના રૂટ પર ૦.૯૪ કિલોમીટરનો ભાગ એલિવેટર, તો ૨.૫૦૩ કિલોમીટરનો ભાગ અંડરગ્રાઉન્ડ છે. આ રૂટનું કામ હાલ જે. કુમાર કૉન્ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ કંપની તરફથી કામ દરમ્યાન વાયુ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન થયું હોવાનું પાલિકાને ઈન્સ્પેકશન દરમ્યાન જણાઈ આવ્યું હતું. ઈન્સ્પેકશન દરમ્યાન જણાઈ આવ્યું હતું કે સાઈટ પર હવાની ગુણવત્તા તપાસવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ બેસાડવામાં આવી નથી

આ પણ વાંચો…મેટ્રો કોચમાં કાટ લાગ્યો: મુંબઈની ‘મેટ્રોના કરોડોના કોચ સાડા ત્રણ વર્ષમાં જ બગડ્યા!

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button