આમચી મુંબઈ

વિનયભંગના કેસમાં પુરાવાના અભાવે યુવાન નિર્દોષ જાહેર

મુંબઈ: 2013ના વિનયભંગના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે 39 વર્ષના યુવાનને નિર્દોષ જાહેર કર્યો હતો. અવધૂત સતીષ નલાવડે પર ભારતીય દંડસંહિતાની કલમ 354 (વિનયભંગ) અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો.

અવધૂત એક મહિલા સાથે રિલેશનશિપમાં હતો અને મહિલાએ 20 સપ્ટેમ્બર, 2013ના રોજ તેના પર છૂટછાટ લેવાનો અને ગળે લગાવવાનો આરોપ લગાવ્યો હતો. ઘટના અગાઉ અવધૂતે તેની ઓળખ અને પોતે પરિણીત હોવાની વાત મહિલાથી છુપાવી હતી, એવો આરોપ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: દિલ્હી-શિર્ડી ફ્લાઈટમાં નશામાં ચૂરપ્રવાસીએ ઍર હોસ્ટેટનો વિનયભંગ કર્યો…

22 મેના રોજ પોતાના ચુકાદામાં મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) ડો. એ.એસ. ભાસરકરે અવલોકન કર્યું હતું કે આરોપીએ ક્યારેય ધમકી આપી હતી કે આમ મહિલાને ધમકાવી હતી તે દર્શાવવા માટે કોઇ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

વિનયભંગના આરોપ અંગે કોર્ટે સ્પોટ પંચનામા (ક્રાઇમ સીન ઇન્સ્પેક્શન રિપોર્ટ)ના અભાવ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો હતો અને જુબાનીમાં સાતત્ય ન હોવા બાબતની નોંધ લીધી હતી.

મહિલા દ્વારા ઉલ્લેખિત બે સાક્ષીદારની તપાસ કરવામાં આવી નહોતી અને ફરિયાદ નોંધાવવામાં 18 કલાકનો વિલંબ સૂચવે છે કે તે કદાચ બાદમાં વિચારવામાં આવ્યું હતું, એમ કોર્ટે જણાવ્યું હતું. ફરિયાદ પક્ષનું પ્રતિનિધિત્વ કે.જી. વેખંડે દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આરોપી તરફથી એડવોકેટ અમરેશ જાધવ હાજર રહ્યા હતા. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button