વિધાનભવનની લોબીમાં ગાળાગાળી-મારામારી; પડળકર-આવ્હાડના કાર્યકરો વચ્ચે અથડામણ દુર્વ્યવહાર અને હુમલાની આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિધાનભવનની લોબીમાં ગાળાગાળી-મારામારી; પડળકર-આવ્હાડના કાર્યકરો વચ્ચે અથડામણ દુર્વ્યવહાર અને હુમલાની આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ

(અમારા પ્રતિનિધિઓ તરફથી)

મુંબઈ: ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકર અને એનસીપી શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ વચ્ચેનો વિવાદ ગુરુવારે ચરમસીમાએ પહોંચ્યો હતો. વિધાનભવનની લોબીમાં જ પડળકર-આવ્હાડના કાર્યકરો વચ્ચે શાબ્દિક મારામારી થઈ. દુર્વ્યવહાર અને હુમલાની આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી અને લોકશાહીના સ્તંભ સમાન સંસ્થામાં આવી ઘટના બની હોવાથી નારાજી વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુરુવારે સાંજે, વિધાનભવનની લોબીમાં જિતેન્દ્ર આવ્હાડ અને ગોપીચંદ પડળકર કાર્યકરો સામસામે આવી ગયા હતા. આક્રમક કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને પછી તે લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. લોબીમાં હાજર પોલીસ અને અન્ય કાર્યકરોએ ભેગા મળીને મામલો શાંત પાડ્યો હતો. જોકે, વિવાદ કેવી રીતે શરૂ થયો અને નક્કી શું થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી.

વિપક્ષનો ‘ભોપળા વિરોધ’, સરકારે લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે કંઈ કર્યું ન હોવાનો આક્ષેપ

થોડા સમય પછી એનસીપીના નેતા જયંત પાટીલ પણ ત્યાં પહોંચ્યા હતા. ગુસ્સે ભરાયેલા આવ્હાડ કાર્યકરોએ જયંત પાટીલને પણ ફરિયાદ કરી હતી. કાર્યકરો જયંત પાટીલને કહી રહ્યા હતા કે તેઓ આ પડળકરને મારી નાખશે. અંતે, જયંત પાટીલે કાર્યકરોને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

બુધવારે વિવાદ શરૂ થયો

બુધવારે જ્યારે વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ વિધાનસભાના પ્રવેશદ્વાર પર ધનંજય દેશમુખ સાથે ચાલી રહ્યા હતા, ત્યારે પડળકરે અચાનક કાર રોકી હતી અને કારનો દરવાજો ખોલીને જિતેન્દ્ર આવ્હાડ અને ધનંજય દેશમુખને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, એવો આક્ષેપ આવ્હાડના સમર્થકોએ લગાવ્યો હતો. જ્યારે જિતેન્દ્ર આવ્હાડ કાર તરફ જોઈ રહ્યા હતા, ત્યારે ગોપીચંદ પડળકરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે ગુરુવારે વિધાન ભવન પરિસરમાં ઝઘડો થયો હતો.

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના સંકેત? ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દરેકર વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત, હાથ મિલાવવાની ઓફર

એનસીપીએ મુખ્ય પ્રધાનને કરી ફરિયાદ

કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ, જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ સીધા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચી ગયા હતા. તેમણે પડળકરના કાર્યકરો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

બાવનકુલે પડળકરને કેબિનમાં બોલાવ્યા

મારામારીની માહિતી મળતાં જ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ તાત્કાલિક વિધાનસભ્ય ગોપીચંદ પડળકરને કેબિનમાં બોલાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ગોપીચંદ પડળકરે બેઠકમાં મુખ્ય પ્રધાન અને મહેસૂલ પ્રધાનને આવ્હાડના કાર્યકર્તાઓની ફરિયાદ કરી હતી.

બુધવારે વિવાદ શરૂ થયો

જિતેન્દ્ર આવ્હાડ બુધવારે વિધાનસભાના પ્રવેશદ્વાર પર ધનંજય દેશમુખ સાથે ચાલી રહ્યા હતા ત્યારે પડળકરે અચાનક કાર રોકી અને કારનો દરવાજો ખોલીને જિતેન્દ્ર આવ્હાડ અને ધનંજય દેશમુખને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, એવો આક્ષેપ આવ્હાડના સમર્થકોએ કર્યો હતો. જ્યારે જિતેન્દ્ર આવ્હાડ કાર તરફ જોઈ રહ્યા હતા, ત્યારે ગોપીચંદ પડળકરે તેમને અપશબ્દો કહીને અપમાન કર્યું હોવાનો આક્ષેપ આવ્હાડના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button