વિકી કૌશલે શેર કર્યો પિતા બનવાનો અનુભવ, કહ્યું હવે મને ફોન ખોવાઈ જવાનો ડર લાગે છે…

મુંબઈ: બોલીવુડના અડોરેબલ કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં પેરેન્ટહૂડ એન્જોય કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પોતાના દીકરાનું નામ જાહેર કર્યું છે. જોકે હવે વિકી કૌશલને એક પિતા બનવાનો અર્થ સમજાઈ રહ્યો છે. વિકી કૌશલે પોતાના પિતા તરીકેના અનુભવો શેર કર્યા છે.
પિતા બનવાની લાગણી બહુ ખાસ હોય છે
મીડિયા સાથે વાત કરતા વિકી કૌશલે જણાવ્યું કે, “હું હવે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે, પિતા બનવાનો અર્થ શું છે? હું એટલું અવશ્ય કહીં શકુ કે, આ ચમત્કારિક અનુભવ છે. ઘણીવાર તેને શબ્દોમાં વ્યક્ત કરવાનું મુશ્કેલ હોય છે. પિતા બનવાની લાગણી બહુ ખાસ હોય છે. તેમાં વિવિધ પ્રકારના અહેસાસ થાય છે.
ક્યારેક તમે મૂંઝવણમાં મૂકાઈ જાવ છો. ક્યારેક એવું લાગે કે તમારે તમારા કામથી એક સારું ઉદાહરણ રજૂ કરવું પડશે. ક્યારેક એવું લાગે છે કે, મારે પોતાના દરેક પગલાં પર ધ્યાન આપવું જોઈએ અને ક્યારેક એવું લાગે છે કે જેવું છે, તેવું બરાબર છે.”
આપણ વાચો: કેટરીના કૈફ અને વિકી કૌશલના ઘરે પારણું બંધાયું: બેબી બોયના આગમનની સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
દીકરા સાથે વિતાવેલો સમય ઘણો અમૂલ્ય હોય છે
વિક્કી કૌશલે આગળ જણાવ્યું હતું કે, “ટૂંકમાં હવે સમય ઘણો કિંમતી લાગવા માંડ્યો છે. જીવનનું કેન્દ્ર બદલાઈ જાય છે અને હંમેશા કશુક એવું થાય છે જે તમને ઘરે પાછા કરવા માટે બોલાવે છે. પહેલીવાર મને ફોન ખોવાઈ જવાની બીક લાગી છે.
પહેલા મને કોઈ ફર્ક પડતો ન હતો. પરંતુ હવે મારા ફોનમાં મારા દીકરાના ઘણા ફોટો અને વીડિયો છે. હું બસ એ જ વિચારું છું, કે ફોન ખોવાઈ ન જાય. દીકરા સાથે વિતાવેલો સમય ઘણો અમૂલ્ય હોય છે. આ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે.”
ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફે નવમી ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં શાહી ઠાઠથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ 7 નવેમ્બર, 2025ના બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફે અને બોલીવુડ એક્ટર વિકી કૌશલના ઘરે પારણું બંધાયું હતું. કેટરિના કૈફે દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ વિહાન રાખવામાં આવ્યું છે.



