વર્સોવામાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેસાવે (વર્સોવા)માં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી ચાલી રહી છે, જે હેઠળ વેસાવે ગામમાં શિવગલીમાં ગેરકાયદે રીતે ત્રણ બિલ્િંડગનું કામ ચાલી રહ્યું હતું તેને મંગળવારે તોડી પાડવામાં આવ્યું હતું.
પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીના આદેશ મુજબ ગેરકાયદે બાંધકામ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ વેસાવેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અંદર ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામની સામે છેલ્લા અનેક દિવસથી પગલા લેવામાં આવી રહ્યા છે. તે માટે પાલિકાએ સ્પેશિયલ ટીમ પણ બનાવી છે.
ગયા અઠવાડિયામાં ત્રણ અને ચાર જૂન, ૨૦૦૪ના વેસાવેમાં મેનગ્રોવ્ઝવાળા વિસ્તાર અનેે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવતા વિસ્તારમાં અમુક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. એ બાદ પાલિકાના બિલ્િંડગ એન્ડ ફેકટરી વિભાગ તેમ જ મુંબઈ ઉપનગરની કલેકટર ઓફિસે સંયુક્ત રીતે મંગળવાર, ૧૧ જૂનના કાર્યવાહી કરીને ત્રણ બિલ્િંડગને તોડી પાડી હતી.
આ પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાનું આજે રજૂ થશે બજેટ
આ કાર્યવાહીમાં પાલિકાના ૧૦ અધિકારી, મુંબઈ ઉપનગર કલેકટર ઓફિસની અતિક્રમણ નિર્મૂલન ટીમના કર્મચારી, ૫૦ કામગારો સહિત મશીન વગેરે સાથે ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી.