બૉમ્બની ધમકીથી વાશીનો મૉલ ખાલી કરાવાયો

થાણે: નવી મુંબઈના વાશી સ્થિત મૉલને બૉમ્બની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા પછી મૉલ ખાલી કરાવવામાં આવ્યો હતો. જોકે સઘન તપાસ છતાં મૉલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં ધમકી અફવા સાબિત થતી હતી.
આ પણ વાંચો: બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી, એરપોર્ટ પ્રશાસન હરકતમાં
વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારની સવારે 11.59 વાગ્યે વાશીના ઈનઑર્બિટ મૉલને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ‘મેં તમારી બિલ્ડિંગમાં બૉમ્બ પ્લાન્ટ કર્યો છે. બિલ્ડિંગમાંની કરેક વ્યક્તિને મારી નાખીશ,’ એવા મતલબનું લખાણ મેઈલમાં હતું.
મેઈલ મળતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, એટીએસના અધિકારી, ફાયર બ્રિગેડના જવાનો અને ડૉગ સ્ક્વોડ સાથે સ્થાનિક પોલીસ મૉલમાં પહોંચી હતી. મૉલ ખાલી કરાવી સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે મૉલમાંથી બૉમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
આ પણ વાંચો: ફ્લાઇટમાં વોલેટ ભૂલી ગયો તો બૉમ્બની ધમકી આપી, પછી …..
સર્ચ ઑપરેશન બપોરે 2.50 વાગ્યે પૂરું કરવામાં આવ્યું હતું. કંઈ હાથ ન લાગતાં ત્રણ વાગ્યે નાગરિકો માટે મૉલ ફરી ખોલવામાં આવ્યો હતો. પોલીસ ઈ-મેઈલ મોકલનારાની તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)