આમચી મુંબઈ

વસઇમાં ટ્રાવેલ કંપની ચલાવતી મહિલા સાથે 12 લાખ રૂપિયાની ઠગાઇ

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં ટ્રાવેલ કંપની ચલાવતી મહિલા સાથે દિલ્હીના ટ્રાવેલ એજન્ટે 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બર, 2024થી એપ્રિલ, 2025 દરમિયાન પ્રફુલ ગૌર નામના એજન્ટે બિઝનેસ ઓફરના નામે તેની સાથે છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: વેપારીએ 2.34 કરોડની ઠગાઇ આચરી: નાગપુરના ઝવેરીનો આરોપ

પ્રફુલ ગૌરે ફરિયાદીની કંપની વતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર બૂકિંગનું સંચાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ માટે તેણે એડવાન્સ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ગુનામાં સામેલ કુલ રકમ 12.34 લાખ રૂપિયા છે.

દરમિયાન આરોપીએ વિવિધ ટૂરિસ્ટો પાસેથી બૂકિંગ સ્વીકાર્યું હતું, જેમાંથી મોટા ભાગના દુબઇની ટૂર બૂક કરાવતા હતા. જોકે ફરિયાદીને આ બૂકિંગ માટે ક્યારેય પૈસા મળ્યા નહોતા.

આ પ્રકરણે માણેકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદને આધારે દિલ્હીના ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button