આમચી મુંબઈ

Vasai Murder: એકબીજાને પ્રેમ કરતા પ્રેમીઓ કેમ જીવ લેવા જેટલા ઘાતકી બની જાય છે

મુંબઈઃ શહેર નજીક આવેલા વસઈમાં દિનદહાડે એક યુવીતીની સરેઆમ હત્યા કરવામાં આવી. આવી હત્યા પહેલીવાર બની નથી. ગુજરાત, દિલ્હી જેવા ઘણા શહેરોમાં આવું વારંવાર બનતું રહે છે. આ હત્યા પાછળ કાં તો એકતરફી પ્રેમ જવાબદાર હોય છે અને કાંતો બન્ને વચ્ચે થયેલા કોઈ મતભેદ કે શક.

વસઈમાં બનેલી ઘટનામાં પણ આવું જ કંઈક બન્યું હોવાનું માનવામાં આવે છે. હરિયાણાના રોહિત યાદવ નામના યુવકને ઉત્તર પ્રદેશની આરતી યાદવ નામની યુવતી સાથે અફેર હતો. રોહિતના કહેવાથી આરતીને વસઈમાં નોકરી પણ મળી હતી. બાદમાં રોહિત-આરતી વચ્ચે મનભેદ થયા અને બ્રેક અપ થયું. રોહિતને શક હતો કે અન્ય કોઈ યુવકના પ્રેમ પડેલી આરતીએ તેને તરછોડ્યો અને આવેશમાં આવી તેણે આરતીને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી.

આ પણ વાંચો : ગાયોને કતલ માટે લઇ જનારા લોકોએ પોલીસ પર કર્યો હુમલો: ત્રણ પકડાયા

અગાઉ ગુજરાતમાં ફેનીલ નામના એક યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીને મારી નાખી હતી તો કર્ણાટકમાં કૉંગ્રેસના નેતાની દીકરીને એક યુવકે કૉલેજ કેમ્પસમાં ચાકુના ઘાથી મારી નાખી હતી. લીવ ઈનમાં રહેતા આફતાબે શ્રદ્ધાના 35 ટૂકડા કરી ફ્રીજમા મૂક્યા હતા. આવા ઘણા કેસ છે તેમાં પ્રેમીઓ દ્વારા પ્રેમીકાને ઘાતકી રીતે મારી નાખવામાં આવે છે.

એક નો નાસમજ ઉંમરે પ્રેમ થવો ને પછી ન ફાવે એટલે બ્રેક અપ થવું આજકાલ બહુ સામાન્ય થઈ ગયું છે. આ પ્રાકૃતિક લાગણીઓને મેનેજ કરવાનું કિશોરોને શિખવાડવામાં આવ્યું નથી અને તેથી તેઓ રિલેશનશિપ મેનેજમેન્ટ કરી શકતા નથી. સ્ટ્રેસને કન્ટ્રોલ કરી શકતા નથી. જાકારો સહન કરી શકાતો નથી અને હજુપણ છોકરી પોતની ઈચ્છા વિરુદ્ધ જાય તે છોકરાઓથી સહન થતું નથી.

જોકે જે વ્યક્તિને પ્રેમ કર્યો હોય તેમનાથી નારાજગી હોય, ગુસ્સો હોય તે સમજી શકાય પણ તેને આ રીતે મોતને ઘાટ કઈ રીતે ઉતારી શકાય તે ચોક્કસ ચર્ચાનો અને મનોમંથન કરવાનો વિષય છે. આમ કરી હત્યા કરનારાઓ પોતે પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે અને બન્નેના પરિવારોએ કલ્પાંત કરતા રહેવું પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…