‘તમે કુણાલ કમરાના શોમાં જાઓ…’ વરુણ ગ્રોવરે મુંબઈ પોલીસને આવી સલાહ કેમ આપી?

મુંબઈ: એક શો દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ ભર્યું ગીત ગયું ગયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા હોબાળો મચી ગયો.
કુણાલ કામરા સામે FIR નોંધવામાં આવી છે, જેના સંદર્ભે મુંબઈ પોલીસ (Mumbai Police FIR Kunal Kamra) તાપાસ કરી રહી છે. મંગળવારે પોલીસે શોમાં હાજર રહેલા દર્શકોને પણ સમન્સ મોકલ્યું હતું, જેને કારણે મુંબઈ પોલીસની ટીકા કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે ત્રીજો સમન્સ પાઠવ્યો…
મુંબઈ પોલીસના આ પગલા અંગે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગીતકાર અને સ્ક્રિનરાઈટર વરુણ ગ્રોવર (Varun Grover) પોલીસને એક સલાહ આપી છે. વરુણે પોલીસને કહ્યું છે કે શોના દર્શકોને સમન્સ મોકલવાને બદલે, પોલીસ અધિકારીઓએ જાતે શોમાં જવું જોઈએ.
વરુણ ગ્રોવરે વિડીયો શેર કર્યો:
વરુણ ગ્રોવરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સેલ્ફી વીડિયો અપલોડ કર્યો છે. વિડીયોમાં વરુણે કહ્યું, “મને ખબર પડી છે કે પોલીસ કુણાલ કામરાના શોમાં હાજર રહેલા દર્શકોને સમન્સ પાઠવ્યું છે જેથી શોમાં કુણાલ શું બોલ્યો એ જાણી શકાય. બીજા કોઈ પાસેથી તેના જોક્સ સાંભળવા એ કોઈ કોમેડિયનનું સૈથી મોટું અપમાન છે.
આ રીતે તમને જોક રમુજી નહીં લાગે. તેથી જો તમે ખરેખર જોક સાંભળવા માંગતા હો, તો કુણાલ કામરાના શોમાં જાઓ અને જુઓ કે તે શું કહે છે. પરંતુ તેના માટે તમારે શોને મંજૂરી આપવી પડશે.”
વરુણે ગ્રોવરે વધુમાં કહ્યું, “તો મને લાગે છે કે આ એક સારો રસ્તો હશે. તમે સમજી શકશો કે તે શું કહી રહ્યો છે. પ્રેક્ષકોને ન બોલવો, તેઓ જોકને બગાડી નાખશે.”
આ વીડિયો સાથે વરુણે કેપ્શનમાં લખ્યું, “જોક્સને જીવંત રહેવા દો.” આ સાથે વરુણે કુણાલને પણ ટેગ કર્યો.