આમચી મુંબઈમહારાષ્ટ્ર

આખરે વંદે સાધારણ એક્સપ્રેસ આવી પહોંચી મુંબઈ, આ છે વિશેષતાઓ…

મુંબઈઃ રવિવારે સવારે મુંબઈના વાડીબંદર ખાતે પહેલી-વહેલી વંદે સાધારણ એક્સપ્રેસનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આ ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈ-નાશિક લાઈન પર ઈગતપુરીના કપરા ઘાટ સેક્શન પર દોડાવવાની રેલવેની યોજના છે.

આ ટ્રેનનું નામ ભલે વંદે સાધારણ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે પણ એમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને દેશની સેમી હાઈસ્પીડ ટ્રેનને વંદે ભારતમાં જ પ્રવાસ કરી રહ્યા હોવાની અનુભૂતિ થશે, એવો વિશ્વાસ રેલવે અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોના ખિસ્સાને પરવડે એવી આ ટ્રેન ચેન્નઈની આઈસીએફ કોચ ફેક્ટરીમાંની નીકળીને ટ્રાયલ રન માટે મુંબઈ પહોંચી ગઈ છે. ટ્રાયલ રન અને ઈન્સ્પેક્શન બાદ આ ટ્રેનને મુંબઈ-પુણે અને કસારા-ઈગતપુરી ઘાટ સેક્શન પર દોડાવવામાં આવશે, એવી માહિતી વરિષ્ઠ રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ ટ્રેનમાં શું-શું છે એના વિશે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં 22 કોચ છે અને 1800 પ્રવાસીઓનું વહન કરવાની તેની ક્ષમતા છે. ટ્રેનની સ્પીડ વિશે વાત કરીએ તો ટ્રેન કલાકના 130 કિલોમીટરની સ્પીડ પર દોડશે. ટ્રેનની સ્પીડ વધે, પુશ-પુલ માટે આગળ પાછળ એન્જિનની સુવિધા આપવામાં આવી છે. બંને એન્જિન કાયમી સ્વરૂપે ટ્રેનને જોડાયેલા જ રહેશે. દરેક કોચની અંદરનું ઈન્ટિરીયર આકર્ષક, નવા મોડેલવાળી એલઈડી લાઈટ્સ, ફેન, દરેક સીટ નજીક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધાથી સજ્જ છે આ ટ્રેન.

આ ઉપરાંત ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ સહિત દિવ્યાંગજન માટે સ્વતંત્ર શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક કોચ એકબીજા સાથે કપલિંગના માધ્યમથી જોડાયેલા હોઈ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને આંચકા નહીં અનુભવાય, એવું રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

મુંબઈ-પુણે, કસારા-ઈગતપુરી સિવાય ન્યુ પટણા-નવી દિલ્હી, હાવડા-નવી દિલ્હી, હૈયદરાબાદ-નવી દિલ્હી, મુંબઈ-નવી દિલ્હી અને એર્નાકુલમ-ગુવ્હાટી રૂટ પર પણ આ વંદે સાધારણ એક્સપ્રેસ દોડાવવાની ભારતીય રેલવેની યોજના હોવાની માહિતી મમળી હી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?