આમચી મુંબઈ

નવી મુંબઈમાં જાહેર સ્થળો પર ઉપદ્રવ મચાવવા બદલ 21 વ્યંડળ પકડાયા

થાણે: નવી મુંબઈમાં જાહેર સ્થળોએ ઉપદ્રવ મચાવવા બદલ 21 વ્યંડળને પકડી પાડવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. નવી મુંબઈ પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓ અને અન્યો તરફથી પોલીસને ફરિયાદો મળી હતી કે નવી મુંબઈમાંના વિવિધ વિસ્તારોમાં પસાર થતા લોકો સામે વ્યંડળો વાંધાજનક હરકતો કરે છે અને શાંતિમાં ખલેલ પહોંચાડે છે. દરમિયાન એન્ટિ હ્યુમના ટ્રાફિકિંગ સેલે આ અંગે કાર્યવાહી કરવા ત્રણ ટીમ તૈયાર કરી હતી અને 30 જુલાઇએ ઉરણ ફાટા, જુઇનગર અને એપીએમસી ટ્રક ટર્મિનલ ખાતે એક સાથે કાર્યવાહી કરી હતી અને વ્યંડળોને પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો : નવી મુંબઈ સેક્સ રૅકેટમાં વધુ બેની ધરપકડ: આઠ યુવતી છોડાવાઈ

જુઇનગરથી 12, એપીએમસી ટ્રક ટર્મિનલ ખાતેથી છ અને ઉરણ ફાટાથી ત્રણ વ્યંડળને પકડવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ સીબીડી, નેરુલ અને એપીએમસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button