વૈષ્ણવી હગવણે આત્મહત્યા કેસઃ સિનિયર IPS ઓફિસર સામે કેસ ચલાવવાની માગણી...
આમચી મુંબઈ

વૈષ્ણવી હગવણે આત્મહત્યા કેસઃ સિનિયર IPS ઓફિસર સામે કેસ ચલાવવાની માગણી…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મહિલા અને બાળ અધિકાર અને કલ્યાણ સમિતિએ કહ્યું છે કે વૈષ્ણવી હગવણેના મૃત્યુને ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસ તરીકે ગણવો જોઈએ. ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે વૈશાલીએ પરિવાર તરફથી અંદર ખંડણી અને દુર્વ્યવહારના અત્યાચારનો સામનો કરવો પડ્યો છે. આ કેસમાં જેનું નામ સામે આવ્યું હતું એ સિનિયર આઇપીએસ અધિકારીને સસ્પેન્ડ કરવાની ભલામણ પણ કરી હતી.

વૈષ્ણવી હગવણે (26)એ 16 મેના રોજ પુણે જિલ્લાના પિંપરી ચિંચવડના બાવધાન વિસ્તારમાં સાસરિયાના ઘરે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેના માતાપિતાએ કહ્યું હતું કે તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો.

આ કેસને પગલે રાષ્ટ્રીય સ્તરે આક્રોશ ફાટી નીકળતા વૈશાલીના પતિ, સસરા, એનસીપીના એક નેતા અને અન્યોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીપીને નેતાને પછી પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા વિસ્તૃત અહેવાલમાં ભાજપના વિધાનસભ્ય મોનિકા રાજલળેની અધ્યક્ષતાવાળી મહિલા અને બાળ અધિકાર અને કલ્યાણ સમિતિએ વરિષ્ઠ પોલીસ અધિકારી જાલિન્દર સુપેકરને સસ્પેન્ડ કરવાની ભલામણ પણ કરી હતી.

સુપેકર હગવણે પરિવારની નજીકના હોવાના અહેવાલ છે. અહેવાલમાં જણાવાયું છે કે સુપેકરે આ કેસમાં ચાલી રહેલી પોલીસ તપાસને પ્રભાવિત કરવા માટે કથિત રૂપે તેમના પદનો દુરૂપયોગ કર્યો હતો.
(પીટીઆઈ)

આ પણ વાંચો…પુત્રવધૂ પાસેથી દહેજની માગણી અને બળદ માટે લાવણીઃ હગવણે પરિવારના કારનામા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button