આમચી મુંબઈમનોરંજન

ઉષા ઉત્થુપને પણ સરકાર આ એવોર્ડથી સન્માનિત કરશે….

મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપને 25 જાન્યુઆરીએ સાંજે ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. ઉષા ઉત્થુપ એક ભારતીય પોપ ગાયિકા છે. તેમણે 1960 અને 1970 ના દાયકામાં ઘણા મહાન પોપ ગીતો ગાયા છે. અને તેના માટે તેમને ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ઉષા ઉત્થુપનો જન્મ 7 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. ઉષાના પિતાનું નામ વૈદ્યનાથ સોમેશ્વર સામી છે. ઉષાએ પ્રારંભિક શિક્ષણ સેન્ટ એગ્નેસ હાઈસ્કૂલમાંથી પૂરું કર્યું હતું. જ્યારે તે શાળામાં ભણતા હતા ત્યારે તેમના ભારે અવાજને કારણે તેમને સ્કૂલના સંગીત પ્રોગ્રામમાં ભાગ લેવા દેતા નહોતા. ઉષા ઉત્થુપે ક્યારેય બહારથી સંગીતનું શિક્ષણ લીધું નથી પરંતુ તેમનો ઉછેર સંગીતના વાતાવરણ વચ્ચે જ થયો હતો આથી તેમને સંગીત વિશે ઘણું જ્ઞાન છે.


ઉષાએ બાળપણમાં રેડિયો માટે “મોકિંગબર્ડ હિલ” નામનું ગીત ગાયું હતું. ત્યારબાદ 20 વર્ષની ઉંમરે, ઉષાએ ચેન્નાઈમાં એક નાઈટ ક્લબમાં ગાવાનું શરૂ કર્યું. નાઈટ ક્લબમાં તેનું પ્રદર્શન લોકોને એટલું ગમ્યું કે નાઈટ ક્લબના માલિકે તેને એક અઠવાડિયા સુધી ત્યાં રહેવા માટે કહ્યું. આ પછી, તેણે કોલકાતાની “ટોક ઓફ ધ ટાઉન” અને “ટ્રિંકાસ” જેવી નાઇટ ક્લબમાં પણ ગાવાનું શરૂ કર્યું હતું.


તેમને 1960ના દાયકામાં બોલિવૂડમાં તેમની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉષાએ પીઢ સંગીત નિર્દેશકો આરડી બર્મન અને બપ્પી લાહિરી સાથે ઘણા હિટ ગીતો પણ ગાયા છે. જેમાં ‘દમ મારો દમ’ અને ‘મહેબૂબા’ જેવા ગીતો આજે પણ લોકો ઘણા પસંદ છે.


2024ના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કુલ પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 100ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. આમાં ઉષા ઉત્થુપ ઉપરાંત અભિનેતા વિજયકાંત, વૈજયંતિમાલા, મિથુન ચક્રવર્તી અને ચિરંજીવીના નામ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button