આમચી મુંબઈ

પરિવાર સૂતો હતો ત્યારે અજાણ્યા શખસોએ ઘરને આગ ચાંપી

થાણે: પરિવાર સૂતો હતો ત્યારે દરવાજાને બહારથી કડી લગાવી ઘરને આગ ચાંપવામાં આવી હોવાની ઘટના ઉલ્હાસનગર નજીક બની હતી. પડોશીઓએ સમયસર મદદ કરી પરિવારને બચાવી લીધો હોઈ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી.

વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ પડવળે જણાવ્યું હતું કે ઘટના બુધવારની વહેલી સવારે બની હતી. આ પ્રકરણે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

વિઠ્ઠલવાડી પોલીસની હદમાં રહેતા ફરિયાદી વિજય ઢવરેના ઘરને અજાણ્યા શખસોએ આગ લગાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ઢવરે અને તેનો પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે દરવાજાને બહારથી કડી લગાવવામાં આવી હતી. બાદમાં જ્વલનશીલ પ્રવાહી રેડી દીવાસળી ચાંપવામાં આવી હતી.

આ પણ વાંચો -‏‏‎ લોકલ ટ્રેનના મોટરમેનની સજાગતાએ અજાણી વ્યક્તિનો જીવ બચાવ્યો!

ઢવરેના પરિવારે મદદ માટે બૂમો પાડતાં પડોશીઓ દોડી આવ્યા હતા. સમયસર દોડી આવેલા પડોશીઓને કારણે ઢવરે પરિવાર બચી ગયો હતો. જોકે આગમાં ઘરને ખાસ્સું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button