મહારાષ્ટ્રના નાનકડા ગામમાં યોજાયા આ અનોખા લગ્ન, નવ દેશના મહેમાનોએ આપી હાજરી…
મહારાષ્ટ્રના ચંદ્રપુર ગામમાં અનોખા લગ્ન થયા છે અને એની ચર્ચા અત્યારે જોરશોરથી થઈ રહી છે. આ લગ્ન એટલા માટે ખાસ છે કારણ કે વહુરાણી ઓસ્ટ્રેલિયાના છે અને વરરાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવલી ગામમાં છે. આ લગ્નમાં વર-વધુ સિવાય મહેમાનો પણ એકદમ ખાસ હતા, કારણ કે આ લગ્નમાં એક બે નહીં પૂરા નવ દેશના મહેમાનોએ હાજરી આપી હતી. આ સિવાય આ લગ્નમાં સરઘસ નીકળ્યું હતું બળદગાડામાં… ગામના લોકોએ આ લગ્નનો વીડિયો બનાવ્યો હતો.
સાવલી ગામના યુવકે ઓસ્ટ્રેલિયાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં નેધરલેન્ડ, સ્પેન, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાથી મહેમાનોએ હાજરી આપવા આવ્યા હતા. લગ્નનો વરઘોડો બળદગાડામાં નીકળ્યો હતો અને ઓસ્ટ્રેલિયન લાડી બળદગાડા પર ડાન્સ કરતી જોવા મળી હતી. વિદેશી મહેમાનો પણ ઈન્ડિયન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ગામવાસીઓએ આ લગ્નનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો.
સાવલીમાં રહેતો હેમંત આભારે વ્યવસાયે એન્જિનિયર છે અને ઓસ્ટ્રેલિયાની યુદીથ હીરમૈની પ્રિત્ઝ સાથે તેનો પ્રેમ સંબંધ છે. બંનેના પરિવારજનોના લગ્ન માટે સહમતિ આપી હતી અને ત્યાર બાદ બંનેના લગ્નની વાત આગળ વધારવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયન દુલ્હનની મમ્મી, બહેન અને ભાભી સહિત નવ દેશના મહેમાનોએ હાજરી આપી હતી. અહીં હિંદુ રીતિ રિવાજોથી બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. હેમંત અને ઉદીથના લગ્નમાં વિદેશી મહેમાનો પણ મન મૂકીને નાચ્યા હતા. સોશિયલ મીડિયા પર આ અજબ શાદી કી ગજબ કહાનીની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.