કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની દીકરીની છેડતી: એકની ધરપકડ…

જળગાંવ: જળગાંવના એક કાર્યક્રમમાં યુવાનોના જૂથે કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી અને તેની ફ્રેન્ડ્સની છેડતી કરતાં પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.
Also read : મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાનની દીકરી જ સુરક્ષિત નથીઃ જાણો વિગતો
રક્ષા ખડસેની ફરિયાદને આધારે મુક્તાઈનગર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. કોઠાલી ગામ સંત મુક્તાઈ યાત્રામાં આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
એફઆઈઆરમાં સાત જણનાં નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યાં હતાં, જેમાંથી એક સોહમ માળીની ધરપકડ કરવામાં આવી હોવાનું મુક્તાઈનગર પોલીસે જણાવ્યું હતું. અન્ય આરોપીઓની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી.
Also read : નાલાસોપારામાં યુવતીએ કરી આત્મહત્યા…
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની પીછો કરવા સંબંધી કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવતીઓની પરવાનગી વિના તેમની તસવીરો અને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, એવું તપાસમાં જણાતાં તેમની સામે આઈટી ઍક્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)