આપણું ગુજરાતઆમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના બહેનનું નિધન
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના બહેનનું મુંબઈ ખાતે નિધન થયાના દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. તેમના બહેન રાજેશ્વરીનું મુંબઈ ખાતે હૉસ્પિટલમાં નિધન થયાના સમાચાર મળ્યા છે. અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. તેઓ ગુજરાતમાં જ હતા અને બનાસકાંઠા તેમ જ અહીંની રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. જોકે આ સમચાર આવ્યા બાદ તેમના બધા પૂર્વનિયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
અમિત શાહ ગઈકાલથી અમદાવાદમાં હતા અને બહેનના નિધનના સમાચાર બાદ તેમણે અન્ય કાર્યક્રમો રદ કર્યા હતા. અગાઉ તેમના બહેનને મુંબઈ ખાતે પણ સારવાર આપવામાં આવી હતી. તે સમયે તેઓ અચાનક મુંબઈ તેમની ખબર પૂછવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ તેમની સાથે જોવા મળ્યા હતા.