છેલ્લી ઘડીએ બળવાખોરોને ઉદ્ધવ ઠાકરેએ શું આપ્યું અલ્ટિમેટમ, જાણો?
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે નેતાઓ દ્વારા પક્ષ પરિવર્તન અને બળવાનું વલણ ચાલુ છે. તેની અસર સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંનેને પડી રહી છે. આ ચૂંટણીમાં શિવસેના યુબીટી જૂથના કેટલાક ઉમેદવારો બળવાખોર હોવાના સમાચાર છે. આ બળવાખોર નેતાઓને ચેતવણી આપતા પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તમામ બળવાખોરોએ તેમના નામ પાછા ખેંચી લેવા જોઈએ, અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન સંબંધી ‘તે’ નિવેદનથી વિવાદ વકર્યો: ભાજપ-શિંદે સેના આમને-સામને
નોંધનીય છે કે આજે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે અને શિવસેના-એનસીપીના ઘણા નેતાઓએ બળવો કરીને નોમિનેશન ફાઈલ કર્યું છે, જેને લઈને એમવીએએ આજે અલ્ટીમેટમ જારી કર્યું છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે અમારી ભૂમિકા એકબીજા સામે લડવાની નથી, પરંતુ સાથે મળીને લડવાની છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આ અંગે તમામને જાણ કરી છે. એનસીપી અને શિવસેના યુબીટીના ઘણા બળવાખોર વિધાન સભ્યોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે. આ સંદર્ભમાં આજે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી. આ પછી બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એકતાની વાત કરી હતી. તેમણે એકબીજાને નુકસાન ન પહોંચાડવાની તેમની નીતિનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: રાત થોડીને વેશ ઝાઝા, બળવાખોરોને મનાવવા કાલે Last Day…
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે બહુ જ ઓછો સમયબાકી છે અને અમારા કહેવા મુજબ જે ઉમેદવારો પોતાનું નામાંકન પાછું નહીં ખેંચે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન એનસીપી (એસપી) ના શરદ પવારે પણ કહ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં મૈત્રિપૂર્ણ લડાઇનો કોઇ પ્રશ્ન જ નથી. બળવાખોર ઉમેદવારોએ તેમનું નામાંકન પાછું ખેંચવું જ પડશે.
આ પણ વાંચો : Assembly Election: ‘મહાયુતિ’માં કોઈ તિરાડ નહીંઃ કેન્દ્રીય પ્રધાને આપ્યું નિવેદન…
બસ હવે ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે કોણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.