ઉલ્હાસનગરમાં મહિલા વકીલની આત્મહત્યા: પાંચ સામે ગુનો

થાણે: ઉલ્હાસનગરમાં મહિલા વકીલ અને સામાજિક કાર્યકરે આત્મહત્યા કર્યા બાદ પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
એનજીઓ સાથે સંકળાયેલી મહિલા વકીલ સરિતા પુરુષોત્તમ કહાનચંદાની (51)એ ઉલ્હાસનગરમાં ગયા સપ્તાહે ઇમારતના સાતમા માળેથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હતી.
આપણ વાંચો: ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો.
વકીલના અંતિમસંસ્કાર પર બાદ તેના પતિને સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પાંચ જણનાં નામ લખવામાં આવ્યાં હતાં અને તેઓ વકીલને માનસિક ત્રાસ આપતા હતા, એવો દાવો કરવામાં આવ્યો હતો.
દરમિયાન વિઠ્ઠલવાડી પોલીસે વકીલને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)