આમચી મુંબઈમહારાષ્ટ્ર

મિલિંદ દેવરાએ કોંગ્રેસ છોડ્યા પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સંજય રાઉતે આપી પ્રતિક્રિયા…..

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે મિલિંદ દેવરાને કોંગ્રેસ છોડવા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મિલિંદ દેવરા હવે મોટા નેતા થઈ ગયા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે શિવસેનાના લોકો હવે 25-30 વર્ષના સંબંધો કાપીને ચાલ્યા જાય છે. હવે આ બધું રાજકારણ છે. હું મિલિંદ દેવરાને ઓળખતો હતો, તે એક મોટા અને સારા નેતા હતા અને કોંગ્રેસમાં તેમનું એક આગવું વ્યક્તિત્વ હતું.

કોંગ્રેસના દિગ્ગજ દિવંગત મુરલી દેવરાના પુત્ર મિલિંદએ પાર્ટી સાથેના તેમના પરિવારના દાયકાઓ જૂના સંબંધોનો અંત લાવ્યો હતો. સંજય રાઉતે જણાવ્યું હતું કે અમે મુરલી દેવરાને સારી રીતે જાણતા હતા તેઓ પાર્ટી માટે કામ કરતા હતા. જો લોકો ચૂંટણી જીતવા માટે પક્ષ પલટો કરે છે તો તે જોઈને સમજી શકાય છે કે માણસો કંઈ હદે ઊતરી ગયા છે.


નોંધનીય છે કે મિલિંદ દેવરાએ 2012 થી 2014 સુધી કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન સંચાર અને માહિતી ટેકનોલોજી અને શિપિંગના કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.

મિલિંદ દેવરાએ જણાવ્યું હતું કે આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ દાયકેનું મે સમાપન કર્યું છે. અને મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે, મારા પરિવારના પક્ષ સાથેના 55 વર્ષના સંબંધોનો અંત આવ્યો છે. હું તમામ નેતાઓ, સહકાર્યકરોનો આભારી છું અને વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે કાર્યકર્તાઓનો પણ આભારી છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button