આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે Vs એકનાથ શિંદેઃ સ્પીકરના નિર્ણયને ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારના પતન પછી રાજ્યમાં એનસીપીનું વિભાજન થયું હતું. શિવસેનામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ નવી સરકારના ગઠન પછી રાજકીય હિલચાલ વધી રહી છે. શિંદે જૂથના વિધાનસભ્યની અપાત્રતા અંગે સ્પીકર રાહુલ નાર્વેકરે મહત્ત્વનો નિર્ણય આપીને શિંદે જૂથના વિધાનસભ્યને રાહત આપી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને ફગાવી હતી. હવે સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય સામે આજે ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.

શિંદે જૂથ જ ખરી શિવસેના છે એવો નિર્ણય મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે આપ્યો હતો. શિવસેનાનું ટાઇટલ શિંદે જૂથને આપવાના રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકારતી અરજી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે શિંદે જૂથના 16 અને ઉદ્ધવ ઠાકરે જૂથના 14 વિધાનસભ્યનું સભ્યપદ કાયમ રહેશે, એવું નાર્વેકરે જણાવ્યું હતું.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથમાં વિભાજન થયા બાદ સાચી શિવસેના કોની એ બાબતને લઈને અરજી કરવામાં આવી હતી, પણ અરજીનો નિર્ણય શિંદે જૂથના પક્ષમાં જતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નાર્વેકરે આપેલો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે. એકનાથ શિંદે અને બીજા 16 વિધાનસભ્ય શિવસેનામાંથી જુદા પડતાં ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી.

ઉદ્ધવ જૂથની આ અરજીને સ્વીકારી અદાલતે 11 માર્ચ 2023ના રોજ શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલેની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરી હતી. ત્યારબાદ નાર્વેકરે શિંદે જૂથને યોગ્ય ગણાવી હતી.

ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાંથી જુદા થયેલા વિધાનસભ્યોને અયોગ્ય સાબિત કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને લઈને સ્પીકર દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરોધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા વર્ષે શિવસેનાના 16 વિધાનસભ્યોએ બળવો કરી પાર્ટીમાંથી જુદા થયા હતા અને ત્યાર બાદ જુદા પડેલા એકનાથ શિંદે અને 16 વિધાનસભ્યોએ ભાજપ સાથે મળીને સરકાર સ્થાપિત કરી હતી.

આ ઘટના બાદ શિવસેનાના બે જૂથ અલગ પડ્યા હતા. આ સાથે એનસીપીમાંથી પણ અમુક વિધાનસભ્યોએ બળવો કરી સરકારમાં જોડાયા હતા. ત્યારબાદ શિવસેના ઉદ્ધવ જૂથ અને એનસીપી શરદ પાવર જૂથ દ્વારા બળવો કરનાર વિધાનસભ્યોને ગેરકાયદે જાહેર કરવાની માગણી કરતી અરજી વિધાનસભામાં દાખલ કરી હતી.

બળવાખોર વિધાનસભ્યોને ગેરકાયદે ગણાવવાના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય રજૂ કર્યો હતો. આ નિર્ણયમાં શિંદે જૂથ જ સાચી શિવસેના છે અને બળવો કરનાર બંને જૂથના વિધાનસભ્યોને કાયદેસર જાહેર કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button