આમચી મુંબઈનેશનલ

મારો વાળ પણ વાંકો થશે તો.. ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ હજારો કાર્યકર્તાની હાજરીમાં ઘટનાસ્થળે આવ્યા ત્યારે ત્યાં શિંદે જૂથના કાર્યકર્તા પણ હાજર હતા. બંને જૂથોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે વિનંતી કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ બેરિકેડ્સની નજીકથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને શિંદે જૂથને ચેતવણી આપી હતી.

આ ખોખા સરકારે અમારી શાખા તોડીને ત્યાં એક ખોખા (ક્ધટેનર) રોકી રાખી છે. અમારી જગ્યા પર અતિક્રમણ કર્યું છે. આ ખોખું વહેલામાં વહેલી તકે ખસેડવામાં નહીં આવે તો અમે તે ખોખું ઉંચકીને ફેંકી દીધા વગર રહેશું નહીં. આ શાખાના બધા જ દસ્તાવેજો અમારી પાસે છે, એમ પણ તેમણે કહ્યું હતું.

દિલ્હીની મહેરબાનીથી આજે તમે સત્તામાં બેઠા છો. કઠપુતળી અને ઢીંગલાઓ તમારામાં હિંમત નથી. મર્દની ઓલાદ હોય તો પોલીસને બાજુ પર રાખો અને અમારી સાથે મુકાબલો કરો. અમારી તૈયારી છે. તમારા બધાની સાથે હું ત્યાં જઈને ઊભો રહ્યો છું. જોઈએ કોનામાં કેટલી તાકાત છે. મારો વાળ પણ વાંકો થશેને તો તેમના (શિંદે જૂથના) બધા જ વાળ મહારાષ્ટ્ર ઉખાડી નાખ્યા વગર રહેશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button