ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, 60 વર્ષથી વધુ ઉંમરના માટે ઉમેદવારી નહીં, ભૂતપૂર્વ મેયર પેડણેકરનું પત્તું કપાશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, 60 વર્ષથી વધુ ઉંમરના માટે ઉમેદવારી નહીં, ભૂતપૂર્વ મેયર પેડણેકરનું પત્તું કપાશે?

મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક પક્ષે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ બનાવી છે.

આ બધું ચાલી રહ્યું છે, ત્યારે બીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે તેવી શક્યતા જોવાઈ રહી છે. છેલ્લા પચીસ વર્ષથી એશિયાની સૌથી શ્રીમંત મહાનગરપાલિકા પર પોતાનો દબદબો અકબંધ રાખવા માટે કેટલાક આકરા નિર્ણય લેવાની શક્યતા છે.

આપણ વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓ વધી?

અત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઠાકરેની શિવસેના બીએમસી ચૂંટણીમાં ઉમેદવારી માટે નવા યુવાન ચહેરાઓને પ્રાધાન્ય આપશે. આવું થશે તો શહેરના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર સહિત અનેક સિનિયર કોર્પોરેટરનાં પત્તાં કપાઈ શકે છે.

હાલમાં રાજકીય નિરીક્ષકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બીએમસી ચૂંટણી માટે ઉમેદવારી આપતી વખતે ઠાકરેની પાર્ટી સિનિયર કોર્પોરેટરોને બદલે નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે. તેથી, આ વખતે પક્ષમાં 60 વર્ષથી વધુ ઉંમરના ભૂતપૂર્વ કોર્પોરેટરોને ઉમેદવારી આપવામાં આવશે નહીં.

આપણ વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર

આનાથી ઠાકરેની પાર્ટીમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા જોવાઈ છે. જો સિનિયર કોર્પોરેટરો નારાજ હોય, તો તેઓ અલગ વલણ અપનાવી શકે છે. તેથી, હવે બધાની નજર આ સંભવિત નિર્ણયની ઠાકરે જૂથ પર શું અસર પડશે તેના પર છે.
ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે શું કહ્યું?

આ મુદ્દે ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે, ‘આજે, 75 વર્ષના વડા પ્રધાન/મુખ્ય પ્રધાન તમને ચાલે છે. હું જાણું છું કે આ સત્તાધારી પક્ષની ચાલ છે, સારા ચહેરાઓને મૂકીને નવા ચહેરાઓને તક આપવાની. નવા ચહેરાઓ ચોક્કસપણે આવવા જોઈએ, પરંતુ ક્યાં, આ ભાગેડુઓ જશે અને તેમનું સ્થાન નવા ચહેરા લેશે. કારણ કે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના પ્રથમ કાર્યકાળમાં જાણતું નથી. આ મારો પોતાનો અનુભવ છે. એટલે કેટલાક અનુભવી કોર્પોરેટર તો રાખવા જ પડશે.’

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button