આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોલો Uddhav Thackeray પણ છે PM Narendra Modiની આ યોજનાના લાભાર્થી…

હેડિંગ વાંચીને તમને થયું ને કે શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરેને એવી તે શું જરૂર પડી ગઈ કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાના લાભાર્થી બનવાનો વારો આવ્યો? તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ અહીંયા કોઈક અલગ મુદ્દે વાત થઈ રહી છે.

વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની સુપરહિટ ટ્રેન સાબિત થઈ છે અને સર્વસામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ પણ તેમાં પ્રવાસ કરવા માટે તલપાપડ હોય છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્બ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસથી લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર હોય તેમણે પણ વંદે ભારત ટ્રેનની મુસાફરીનો આનંદ ઉઠાવ્યો છે.

હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ટીકા કરવાની એક તક પણ ન ચૂકનારા ઉદ્ધવ ઠાકરેએ પણ વંદે ભારત એક્સપ્રેસમાંથી પ્રવાસ કર્યો હતો અને આ વખતે ભાજપે ઠાકરેને મહેણુ માર્યું હતું. ભાજપે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી ઉદ્ધવ ઠાકરે અને પત્ની રશ્મી ઠાકરેનો ફોટો પોસ્ટ કરીને તીસરી બાર… મોદી સરકાર… એવી કેપ્શન લખવામાં આવી છે. ભાજપે આ સંદર્ભે બે ફોટો શેર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે ચોથી અને પાંચમી ફેબ્રુઆરીના કોંકણની મુલાકાતે ગયા હતા અને તેમણે ત્યાંની સભામાં મોદી સરકારની આકરા સભામાં ટીકા કરી હતી. સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો જ નથી એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. એ જ દિવસે સાંજે તેમણે ખેડ સ્ટેશન પરથી મુંબઈ આવવા માટે વંદે ભારત એક્સપ્રેસ પકડી હતી.

અહીંયા તમારી જાણ માટે કે વંદે ભારત એ પીએમ મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેન એમ બે પ્રોજેક્ટ માટે મોદી સરકારે અથાક પ્રયાસો કર્યા છે. ભાજપ દ્વારા બે ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પહેલાં ફોટોમાં ઉદ્વવ ઠાકરે અને રશ્મિ ઠાકરે જોવા મળી રહ્યા છે જ્યારે બીજા ફોટોમાં વિનાયક રાઉત જોવા મળી રહ્યા છે. આ ફોટોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મોદી સરકારના વિકાસના લાભાર્થી વંદે ભારત ટ્રેનનો આરામદાયક પ્રવાસ… તીસરી બાર મોદી સરકાર…

બીજા ફોટો પર બીજેપી દ્વારા કેપ્શન આપવામાં આવી છે કે ક્યાં છે વિકાસ એવું કહીને બૂમાબૂમ કરનારા ઉબાઠા જ્યારે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરીને પીએમ મોદીની યોજનાના લાભાર્થી બને છે ત્યારે સમાધાન થયું હોવાની લાગણી અનુભવાય છે. ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેનની મુસાફરી પણ હકીકત બનશે, કારણ… ભાજપે આ ફોટોમાં ઉદ્વવ ઠાકરે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે બંનેને ટેગ કર્યા છે.

સંબંધિત લેખો

Back to top button