ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ છઠી ઓગસ્ટથી ત્રણ દિવસની દેશના રાજધાની નવી દિલ્હીની મુલાકાતે જવાના છે અને ત્યાં તેઓ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે એમ સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતુું.
તાજેતરની લોકસભા ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેની આ પહેલી દિલ્હી મુલાકાત હશે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ સંવાદ યાત્રા હશે. તૃણમુલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં તેમને મળશે. ઓલ ઈન્ડિયા કૉંગ્રેસના મહારાષ્ટ્ર ઈન-ચાર્જ રમેશ ચેન્નીથલા ઠાકરે સાથે ચર્ચા કરશે. ઉદ્ધવજી મરાઠી અને રાષ્ટ્રીય પત્રકારો સાથે દિલ્હીની મુલાકાત વખતે મળશે, એમ પણ રાઉતે કહ્યું હતું.
આ પણ વાંચો :ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
ચાલુ વર્ષમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી)ને નવ બેઠક મળી હતી, જ્યારે એમવીએના ઘટકપક્ષો કૉંગ્રેસને 14 અને એનસીપી (એસપી)ને 8 બેઠક મળી હતી.
ચાલુ વર્ષના ઓક્ટોબરમાં રાજ્ય વિધાનસભાની 288 બેઠકોની ચૂંટણી થવાની છે