આમચી મુંબઈ

રામ મંદિરની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરેની ચીડ ચડે છે: મહાજન

મુંબઈ: રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કમનસીબ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. વડા પ્રધાન મોદી પોતે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેના મગજમાં શું ચાલી રહ્યું છે ખબર નહીં, પરતું રામ મંદિર માટે તે સ્થળે રમખાણ કરાવીને ભાજપ પોતાની રોટલી શેકશે એવું નિવેદન કર્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં વિકાસની બૂલેટ ટ્રેન ચાલી રહી છે ત્યારે રામ મંદિરના નિર્માણમાં રમખાણોનું કાવતરું દેખાઈ રહ્યું છે. આથી તેમની ચીડ ચડી રહી છે. બીજી તરફ સંજય રાઉત માટે તો કશું બોલવા જેવું જ નથી, એમ પણ મહાજને કહ્યું હતું.

સતત બાલીશ નિવેદનો કરીને ઉદ્ધવ ઠાકરે લોકોની દિશાભૂલ કરી રહ્યા છે. તેમની પાછળ હવે કોઈ બચ્યું ન હોવાથી તેઓ અસ્વસ્થ થઈ ગયા છે, એવી ટિપ્પણી પણ તેમણે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button